Bhavnagar: ભાવનગરમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આંતક સામે આવ્યો છે, આ વખતે એક આખલાએ આતંક મચાવ્યો છે, આખલાએ રહેણાંક વિસ્તારમાં દોડી દોડીને કેટલીક ગાડીઓને નુકશાન પહોંચાડ્યુ હતુ, લોકોએ આખલાથી બચવા ઘરો બંધ કરી દીધા હતા.


માહિતી પ્રમાણે, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો છે, રહેણાક વિસ્તારમાં રખડતા આખલાએ હાહાકાર અને ઉથલપાથલ મચાવી દીધી, આખલાથી બચવા માટે લોકોએ પોતાના ઘરો બંધ કરી દીધા હતા. રખડતા આખલાએ ત્રણથી ચાર ગાડી અને ઘરની બહાર પડેલી વસ્તુઓને મોટુ નુકશાન પહોંચાડ્યું હતું. આ પહેલા પણ ભાવનગરમાં રખડતાં આખલાએ આતંક મચાવ્યો હતો, રખડતાં આખલાના કારણે કુંભરવાડા વિસ્તાર રહેતા એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો. મહાનગરપાલિકાની ઢોર પકડવાની ઢીલી કામગીરીનો ભોગ શહેરની સામાન્ય જનતા બની રહી છે. 


 


PGVCL: ભાવનગરમાં પી.જી.વી.સીના દરોડા, ચેકીંગ દરમિયાન 31 લાખની વીજ ચોરી પકડાઇ


PGVCL: ભાવનગર જિલ્લામાં પી.જી.વી.સીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે, વીજ ટીમે પોતાના મેગા ચેકીંગ દરમિયાન 31 લાખથી વધુની વીજ ચોરીને પકડી પાડી છે. 


પીજીવીસીએલની ટીમે આજે ભાવનગર જિલ્લામાં એક મેગા ચેકીંગ હાથ ધર્યુ હતુ, જેમાં કુલ ૪૨ જેટલી ટીમોએ પોતાની કાર્યવાહીમાં ૩૧.૬૪ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. આ મેગા ચેકિંગ દરમિયાન શહેર અને જિલ્લામાં કુલ ૪૩૧ પૈકી ૧૨૮માં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે, ગેરકાયદેસર વીજળીની ચોરી કરતા તમામ પકડાયેલા લોકોને પીજીવીસીએલ તરફથી દંડ ફટકારવામાં આવ્યો છે.


Bhavnagar: ગામમાં બે વરઘોડા સામ-સામે આવી ગયા, સ્પ્રે ઉડાડવા મામલે થઇ મોટી બબાલ, પાંચ લોકો ઘાયલ


Bhavnagar: ભાવનગરમાં લગ્ન બાબતે મારામારી થવાની ઘટના સામે આવી છે, જિલ્લાના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.  


ભાવનગરના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગમાં બે પરિવારો વચ્ચે અથડામણ થઇ હતી, માહિતી પ્રમાણે, ગામમાં બે લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યાં હતા, અને બન્નેના વરરાજાના ફૂલેકા એક જ સમય એક જ જગ્યાએ સામ સામે આવી ગયા હતા, આ દરમિયાન એક જુથે સ્પેનો છંટકાવ કરવાનો શરૂ કરી દીધો હતો, જેથી મામલો બિચક્યો હતો, અને મારામારી સુધી પહોંચ્યો હતો. બન્ને પરિવારો વચ્ચે મારામારી થતાં 5 વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એક જ ગામમાં બે લગ્ન પ્રસંગ હોય ત્યારે બે વરરાજાનુ ફુલેકું સામસામે આવી જવાની ઘટના બાદ મોટી માથાકુટ સર્જાઈ હતી. એક પક્ષાના લોકોએ અચાનક બીજા પક્ષ પર હુમલો કરી દીધો હતો અને 5 લોકોને ઇજા પહોંચાડી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને મહુવા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.