Bhavnagar: રાજ્ય વ્યાપી ડમી કાંડમાં ભાવનગર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. 2022માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી MPHW ની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીગર બારૈયા નામના અસલ ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે, પકડાયેલો ઈસમ અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ખાતે નોકરી કરી રહ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન જીગર બારૈયા નામના વ્યક્તિ વિરુદ્ધ પુરાવા મળતા એસ.ઓ.જીએ ધરપકડ કરી છે.


થોડા દિવસ પહેલા ડમી કાંડની તપાસમાં પશુપાલન ખાતાની કચેરીમાં નોકરી કરતાં એક ક્લાર્કે ડમી ઉમેદવાર બેસાડી પરિક્ષા પાસ કરી હોવાનું ખુલવા પામતા પોલીસે તેની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. ડમી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થતાં ધરપકડનો આંક 67એ પહોંચ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સરકારી વિભાગમાં થયેલી ભરતીમાં ડમી કાંડ આચરી અનેક લોકોએ નોકરી મેળવી હોવાનો પર્દાફાશ કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત બોર્ડ પરિક્ષામાં પણ ડમી વિદ્યાર્થીઓ બેસાડી પરિક્ષા પાસ કરવામાં આવી હોવાનો પર્દાફાશ કરવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન સરકારના વિવિધ વિભાગમાં નોકરી કરતાં અનેક કર્મચારીઓએ ડમી ઉમેદવાર બેસાડી પરિક્ષા પાસ કરી નોકરી મેળવી હોવાની વિગતો ખુલતા બનાવમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડનો દાૈર શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં 67 આરોપીની ધરપકડ થઇ છે. તપાસ દરમિયાન પશુપાલન કચેરીમાં ક્લાર્કની નોકરી કરતો નરેન્દ્ર ભરતભાઇ બારૈયાએ પરિક્ષામાં ડમી ઉમેદવાર બેસાડ્યો હોવાની વિગતો ખુલતા પોલીસે  તેની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલવા પામ્યું હતું કે, નરેન્દ્રએ ફોરેસ્ટ વિભાગની પરિક્ષામાં પણ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો અ્ને પરિક્ષા પાસ કરી હતી. જો કે, તેનું નામ મેરીટમાં ન આવતા તે પશુપાલન ખાતામાં જુ.ક્લાર્ક તરીકે નોકરીમાં જોડાયો હતો.


ઓડિશા પોલીસની ક્રાઈમ બ્રાન્ચની આર્થિક અપરાધ શાખાએ બીજેડી ધારાસભ્ય સૌમ્ય રંજન પટનાયક વિરુદ્ધ 50 કરોડથી વધુના આરોપમાં FIR નોંધી છે.ઓડિશા પોલીસના જણાવ્યા મુજબ, મોટી સંખ્યામાં કર્મચારીઓને ધમકી આપીને પર્સનલ લોન લેવાની ફરજ પાડવામાં આવી હોવાના આરોપમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. કરોડોમાં ચાલતી લોનની રકમ સંબંધિત કર્મચારીઓને આપવામાં આવી ન હતી પરંતુ કથિત રીતે તેનો ઉપયોગ તેમની એમ્પ્લોયર કંપની ઈસ્ટર્ન મીડિયા લિમિટેડ ભુવનેશ્વર દ્વારા કરવામાં આવી હતી.