ભાવનગર: ભાવનગર શહેરમાં વરસાદની શરુઆત થઈ છે.  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ શહેરમાં અનરાધાર વરસાદ શરૂ થયો છે. નારી ચોકડી, ફુલસર, આખલોલ જગાતનાકા, બોરતળાવ, ચિત્રા, મીલેટરી સોસાયટી સહિતના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે.  ઘણા લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે જ ભાવનગરના ખેડૂતોનો પાક પણ વરસાદના આગમનના કારણે પુનર્જીવન થયો છે.  


ભાવનગર જિલ્લામાં વરસાદનું  આગમન થયું છે.  મહુવા તાલુકામાં બે કલાકમાં એક ઈંચ નોંધાયો જ્યારે ઉમરાળા તાલુકામાં પણ એક ઈંચ અને સિહોર તાલુકામાં 20 Mm નોંધાયો છે. હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી આધારપટ વાતવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. 


બોટાદ શહેરમાં વરસાદ શરુ થયો છે.  શહેરના ટાવરરોડ, પાલિયાદરોડ,સાળંગપુર રોડ,ભાવનગર રોડ,ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ  પડી રહ્યો છે.  વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે. 


સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 


સૌરાષ્ટ્ર  અને કચ્છના  વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ સરકાર દ્વારા કરાઈ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.


આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું


આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી,  જૂનાગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ આજે ભારે વરસાદ રહેશે.


અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં ગઈ કાલે સૌથી વધુ 24 cm વરસાદ વરસ્યો હતો. કચ્છ, પાટણ અને મોરબીમાં, આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  જયારે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. 20 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સીઝનનો અત્યાર સુધી 105 ટકા વરસાદ નોંધાયો છે.  આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial