ભાવનગર: રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાવનગરની ખેલાડીની પસંદગી થતા સમગ્ર શહેર અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘાલયના પાટનગર શિલોન્ગ ખાતે રાષ્ટ્રીય સિનિયર ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરાયું છે, આ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ ભાગ લેશે. 18થી 25 એપ્રિલ દરમિયાન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમાશે. બી.એન વિરાણી રમત સંકુલના પોસ્ટ સેવામાં ફરજ બજાવતા દિવ્યા ગોહિલની પસંદગી થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી પસંદ પામેલા એકમાત્ર ખેલાડી શિલોન્ગ ખાતે ભારતીય પોસ્ટ સેવાની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. ભાવનગરની ખેલાડીની રાષ્ટ્રીય સિનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં પસંદગી સાથે ખેલાડીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.


BSCના 229 વિદ્યાર્થીઓએ એક જ સરખા જવાબ લખ્યા


પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. BSC સેમસ્ટ-2ની પરીક્ષામાં 229 છાત્રોઓ એક જ સરખા જવાબ લખતા આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે. શનિવારે મળેલ પરીક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.


વર્ષ 2021ની BSC સેમ-2ની પરિક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ એક સરખો લખ્યો હતા તો BSC સેમ-2ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ પણ એક જેવા ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ લખ્યા હતા.  બંન્ને વિષયના વિદ્યાર્થીઓએ એક જેવા જવાબ લખ્યાંનું ઉત્તરવહી મૂલ્યાંકન ચકાસણી દરમિયાન સામે આવી હતી. જેથી 229 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને વર્ગખંડના CCTV ફૂટેજ સાત દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપવામાં આવી છે.


રાજ્યમા ગરમીમાં લોકોને મળશે રાહત
રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી નાગિરકોને આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની સંભાવના નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો શનિવારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો હતો. શનિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો 42.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ હતુ. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.