ભાવનગરઃ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા યોજાયેલી જેઈઈ મેઈનની પરીક્ષામાં ભાવનગરના યુવકે ફિઝિક્સમાં ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. આઈઆઈટીમાં એડમિશન માટે લેવાતી એન્જિનિરિંગની આ એન્ટ્રન્સ એક્ઝામનું ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાંમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી મેળવ્યો છે.


શું છે સપનું


આયુષ ભુતના કહેવા મુજબ હવે JEE એડવાન્સમાં સફળતા મેળવી એરોનોટિકલ એન્જિનિયર બનીને ISRO/DRDO કે હોમીભાભા જેવી સંસ્થામાં કાર્ય કરી દેશની સેવા કરવાનું મારું સ્વપ્ન છે. જે મારી સ્કૂલ વિદ્યાધિશના લીધે પૂર્ણ થશે તેમ પણ જણાવ્યું હતુ.


ફિઝિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપની કલ્પના પણ નહોતી


તેણે એમ પણ કહ્યું કે, આ કસોટીમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે સર્વપ્રથમ મારા માતા-પિતા અને શિક્ષકોનો આભાર માનું છું 11 સાયન્સમાં પ્રવેશ સમયે સારું પરિણામની આશા રાખતો હતો પરંતુ ફિઝિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરીશ તેની કલ્પના નહતી! પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ સુધી પહોંચાડવા માટે મને વિદ્યાધીશ સ્કૂલનાં શિક્ષકો દ્વારા અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ભાવનગર જેવા શહેરમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરી શકાય તેવો દાખલો બેસાડ્યો તે બદલ તેણે ખુશી વ્યક્ત કરી હતી.


વિદ્યાધિશ વિદ્યાસંકુલના 4 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઇલથી વધુ મેળવ્યા છે. જ્યારે 27 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. 99.69 પર્સન્ટાઇલ મેળવી માલવી હસનઅલીએ સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.


Education Loan Information:

Calculate Education Loan EMI