Bhavnagar: ભાવનગરમાં નદીના પાણીમાં તણાઇ રહેલા 10 થી 12 વર્ષના બાળકનો મહિલાએ જીવ બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર  ભાવનગરમાં ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામ પાસેની નદીમાં 10થી 12 વર્ષનો બાળક તણાવા લાગ્યો હતો. બાળકને તણાતા જોઇને મહિલાએ પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં છલાંગ લગાવી હતી અને બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો મહિલાની બહાદુરીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.



વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળક નદીના પ્રવાહમાં તણાઇ રહ્યો છે જેને જોઇને એક મહિલા તરત જ નદીમાં જીવના જોખમે નદીના પાણીમાં ઝંપલાવે છે અને ડૂબી રહેલા બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢે છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નદીમાં બાળકને તણાતા જોઈને દર્શનાબેન રાઠોડ નામની મહિલા નદીમાં કૂદી પડી હતી અને બાળકનો જીવ બચાવ્યો હતો.




વાસ્તવમાં દર્શનાબેન રાઠોડ નામની મહિલા ભાવનગરથી બે દિવસ પહેલા ગંગાસતી પાનબાઇ સમઢીયાળા દર્શનાર્થે ગયા હતા તે સમયે તેમણે જોયું કે એક બાળક નદીમાં તણાઇ રહ્યો છે. જેને  જોઇને દર્શનાબેન રાઠોડ નદીમાં કૂદી પડ્યા હતા અને બાળકને નદીમાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો.


નોંધનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર પર અસર કરશે. આવતીકાલે 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે. 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે.અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે.