ભાવનગર જિલ્લામાં ઘર કંકાસમાં પત્નીએ પતિને જીવતો સળગાવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર ભાવનગર  જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર ગામમાં પત્નીએ પતિને જીવતો સળગાવી દેતા ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી દંપતિ વચ્ચે કંકાસ ચાલતો હતો. આ કંકાસનો શુક્રવારે કરુણ અંજામ આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે બપોરના સમયે પતિ સવજીભાઈ સુતા હતા. તે સમયે પત્ની મંજુબેને તેમને ખાટલા સાથે બાંધ્યા અને કેરોસિન છાંટીને જીવતા સળગાવી દીધા હતા. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


આજથી કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર 


પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર રહેશે. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હશે.  આજે સવારે કેજરીવાલ ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ શૉ યોજશે. અરવિંદ કેજરીવાલના રોડ શોનુ નામ તિરંગા યાત્રા આપવામાં આવ્યું છે.


 જ્યારે બાદમાં ત્રીજી એપ્રિલે  સવારે સાડા 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જશે. બાદમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજશે.  જોકે, મુલાકાત પહેલા આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી કે, અસામાજિક તત્વો અરવિંદ કેજરીવાલ પર હુમલો કરી શકે છે. જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી સુરક્ષા વધારવા માંગ કરાઇ છે.


 


જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


'બાહુબલી'ની રીતથી હાથી પર ચઢતા મહાવતનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું, આ 'અસલી બાહુબલી', જુઓ વીડિયો


GST Collection: માર્ચમાં GST થી સરકારને બમ્પર કમાણી, રેકોર્ડ 1.42 લાખ કરોડ રુપિયા રહ્યું ટેક્સ કલેક્શન