ડમીકાંડના તોડકાંડમાં શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે એ ડિવિઝન પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. શિવુભા ગોહિલે કહ્યું હતું કે આ રાજકીય ષડયંત્ર છે. પૈસાની કોઇ લેતીદેતી થઇ નથી. નોંધનીય છે કે પોલીસે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરી છે. કાનભા ગોહિલના મિત્રના ઘરેથી પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.
Dummy scam: તોડકાંડમાં પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા, જાણો કોના ઘરેથી મળ્યા આ રૂપિયા
Dummy scam: તોડકાંડમાં ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ દ્વારા આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. પોલીસે આ 38 લાખ રૂપિયા આરોબી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી રિકવર કર્યા છે. નોંધનીય છે કે, આરોબી કાનભા એ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબ્જે લીધા હતા.
તોડકાંડમાં યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર જિલ્લામાં વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા છે. યુવરાજસિંહ વિરૂદ્ધ અપહરણ કરી ડમી વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે યુવરાજસિંહના સાળા પાસેથી લાખોની રોકડ પણ રિક્વર કરવામાં આવી છે. જો કે હાલ તો નિલમબાગમાં નોંધાયેલી ફરિયાદ યુવરાજસિંહ હાલ પોલીસ રિમાન્ડ પર છે. યુવરાજસિંહ વિરૂદ્ધ પકડાયેલા આરોપીઓએ નિવેદનો નોંધાવ્યા છે.
યુવરાજસિંહની ધરપકડના રાજકીય પ્રત્યાઘાત
યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. તમને જણાવી દઈએ કે, યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.
સોમવારે રાજ્યભરમાં AAP દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં ખાસ તપાસ ટીમની માંગ કરવામાં આવશે. તો બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ જોવા મળી રહી છે