ભાવનગરઃ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ભાજપ ના ટોચના નેતા કિશોર ચૌહાણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને ફોર્મ ભર્યું છે. કિશોર ચૌહાણ 2005 અને 2010માં ભાજપની ટિકિટ પર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીતીને બે વાર કોર્પોરેટર બન્યા હતા. જો કે 2015માં તેમની ટિકિટ કાપી નંખાઈ હતી.
ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણને આ વખતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળવાની આશા હતી પણ ટિકિટ ના મળતાં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1 ના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણે ભાજપ દ્વારા સતત બે ટર્મ થી અવગણના કરાતી હોવાનો આક્ષેપ કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
સૌરાષ્ટ્રમાં ભાજપે ક્યા ટોચના નેતાની સતત બીજી વાર ટિકિટ કાપતાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી, પહેલાં બે વાર જીતી ચૂક્યા છે.........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2021 01:18 PM (IST)
આ નેતા 2005 અને 2010માં ભાજપની ટિકિટ પર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીતીને બે વાર કોર્પોરેટર બન્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -