Heart Attack: હાર્ટ એટેકથી થઈ રહેલા મોતને લઈને મોરારિ બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવા ખાતે રામકથાની પૂર્ણહુતિ સમયે તેમણે ચિંતા વ્યક્ત કરી. મોરારી બાપુએ કહ્યું કે, તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ અટેક નહીં આવે. તેમણે વધુમાં કહ્યું કે, હાર્ટ અટેકથી બચવા તાળી પાડો, બંધ નળીઓ ખુલી જશે. તાળી પાડવાથી હાર્ટ અટેકથી નહીં આવે.


મહુવા ખાતે ચાલતી રામકથાની પૂર્ણાહુતિ સમયે મોરારિબાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી. મોરારિબાપુએ કથા દરમ્યાન તાળી પાડીને રામ નામ લ્યો ભજન ગાતાં સમયે હાર્ટ એટેક પર વાત કરી. મોરારિબાપુએ કહ્યું હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાનાં લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલી ને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો ને આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ. હુ કહું છું તાલી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહિ આવે.


રાજ્યમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે, હાલમાં વડોદરામાંથી વધુ બે યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યાના સમાચાર સામે આવ્યા છે. ખાસ વાત છે કે, આ સાથે જ છેલ્લા 15 દિવસતી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 11 સુધી પહોંચી ગઇ છે.  મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાંથી વધુ બે યુવાઓના હાર્ટ એટેકથી મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં હાર્ટ એટેકથી કુલ 11 લોકોના મોત થયાના સમાચાર છે. આજે સવારે વડોદરાના વાઘોડિયા રૉડ અને તે વિસ્તારમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે, વાઘોડિયા રૉડ પર રહેતો 37 વર્ષીય તત્સતકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો હતો ત્યાં તેને અચાનક ગભરામણ થઇ અને ઢળી પડ્યો હતો. બાદમાં તેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત શહેરના ફતેગંજમાં પણ બીજી એક હાર્ટ એટકની ઘટના સામે આવી હતી, ફતેગંજના કમાટીપુરામાં રહેતો 47 વર્ષીય સંતોષ દેસાઈને ફરજ હતો તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં સંતોષને સારવાર અર્થે ગોત્રી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


હાર્ટ એટેકના દર્દીઓએ આ વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ


ખાવા-પીવાની આદતોને કારણે હાર્ટ એટેક એક સામાન્ય રોગ બની ગયો છે. અમુક ખાદ્યપદાર્થો છે જે હાર્ટ એટેકના દર્દીઓએ સંપૂર્ણપણે ટાળવી જોઈએ કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. હાર્ટ એટેકના દર્દીઓએ તેમના આહારમાં મીઠું, ખાંડ, ચરબી અને કેફીન જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે આ બધું બ્લડ પ્રેશર વધારે છે અને હૃદય પર દબાણ બનાવે છે. તેથી હાર્ટ એટેક આવ્યા બાદ આહાર પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ હાર્ટના દર્દીઓએ શું ન ખાવું જોઈએ...


હાર્ટ એટેકના દર્દીઓએ તેમના ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરવી જોઈએ. વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે, જે હૃદય પર દબાણ બનાવે છે. મીઠું લોહીમાં સોડિયમનું પ્રમાણ વધારે છે જેના કારણે હૃદયને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી હાર્ટ એટેકના દર્દીઓએ તેમના ભોજનમાં મીઠું ઓછું વાપરવું જોઈએ જેથી કરીને રોગને નિયંત્રણમાં રાખી શકાય.


હાર્ટ એટેકના દર્દીઓએ ખાંડને સંપૂર્ણપણે ટાળવી જોઈએ. ખાંડમાં રહેલું ગ્લુકોઝ લોહીમાં સુગરનું પ્રમાણ વધારે છે. હાઈ બ્લડ શુગર હૃદય રોગનું જોખમ વધારે છે.


હાર્ટ એટેકના દર્દીઓએ આઈસ્ક્રીમને સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આઈસ્ક્રીમમાં ખાંડ અને ચરબી ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના દર્દીઓ માટે હાનિકારક છે.


તળેલા ખોરાક જેવા કે પરાઠા, પુરી, સમોસા, પકોડા વગેરે ન ખાવા જોઈએ કારણ કે તળેલા ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલ વધારે છે. વધુ પડતી ચરબી ધમનીઓમાં ભીડનું કારણ બની શકે છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે.