Bhavnagar : ભાવનગર જિલ્લામાં ભાવનગર વલ્લભીપુર રોડ પર થયેલા એક અકસ્માતમાં દંપત્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જયારે પાંચ વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ દંપત્તિ દડવા રાંદલ મંદિરે દર્શન કરીને ભાવનગર વલભીપુર રોડ પરથી સિહોર જય રહ્યાં હતા ત્યારે ટ્રકે આ દંપત્તિના વાહનને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશભાઈ કમાણી ઉંમર વર્ષ 30 અને તેમના પત્ની પાયલબેન કમાણી ઉંમર વર્ષ 26નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જયારે તેમની સાથે રહેલા પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે.
વલ્લભીપુર પાસે આવેલ સીતારામ પંપ નજીક થયેલા આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ અકસમાત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસે મૃતક દંપત્તિના મૃતદેહને વલ્લભીપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તાપસ હાથ ધરી છે.
રાજકોટ : સ્કૂલની વાનનો અકસ્માત, પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોતજસદણની એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત થયો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આ અકસ્માત થયો છે. સ્કૂલ વાન અને ફોરવ્હીલર વચ્ચે થયો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે સામેની કારના 9 પણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
રાજકોટઃ સામેથી આવતી ટ્રકમાં યુવકે ઘૂસાડી દીધું એક્ટિવાધોરાજીમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉપલેટા રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક બનેલી ઘટના. એકટીવા ચાલકને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમા ખસેડાયો હતો.