ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે કોરોનાવાયરસના કારણે મોતને ભેટનારાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. સોમવારે સવારે ગુજરાતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોત થતાં ગુજરાત માટે કોરોના ચિંતાનો વિષય બન્યો છે.
ભાવનગર જિલ્લાના જૈસરનાં મોટાખુટવડા ગામની 45 વર્ષની યુવતીનું કોરોનાવાયરસના કારણે મોત થયું છે. આ સાથે ભાવનગરમાં મોતનો આંક 2 પરલ પહોંચ્યો છે. આ યુવતીને સુરતથી પોતાના સંબંધી દ્વારા ચેપ લાગ્યાની આશંકા છે. સોમવારે વહેલી સવારે યુવતીનું મૃત્યુ થતાં ભાવવગરમાં પાંચ પોઝિટિવ કેસ પૈકી એકનું મોત નિપજતાં ગુજરાતમાં અત્યાર સુધી મોતનો આંક 6 પર પહોંચ્યો છે.