ભાવનગર:  ભાવનગર અલંગનાં ગામોમાં ટીપી સ્કીમ મંજૂર થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.  500 જેટલા ખેડૂતોની ખેતીલાયક જમીન છીનવાઈ જવાના ડરતી ખેડૂતોનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે. ભાજપ સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો દસ દિવસમાં ખેડૂતો રોડ પર ઊતરી આંદોલન કરશે.  ખેડૂતોનો આક્ષેપ છે કે સુરતની એક ખાનગી કંપનીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી જે કંપનીએ સર્વે દરમિયાન ખેડૂતોને જાણ પણ કરી નથી.


તળાજા તાલુકાના અલંગ ત્રાપજ ગામોની ટી.પી. સ્કીમ-૧, કઠવા મહાદેવપરા ટી.પી.સ્કીમ-૨ અને અલંગ-મણાર ટી.પી.સ્કીમ-૩ ને તાજેતરમાં સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે.  તે અંગે તમામ જમીન માલિકો તથા તમામ ગામના ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. અલંગ સત્તા મંડળ દ્વારા અલંગ વિસ્તારમાં ટીપી સ્કીમો મંજુર કરવામાં આવી છે જેને લઇને ખેડૂતોમાં ભારે વિરોધનો શરૂ થયો છે.  આ ટીપી સ્કીમને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રેલી કાઢી અલંગ સત્તા મંડળની ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોનો આક્રોશ છે કે આ ત્રણેય ટી.પી.સ્કીમ સામે ઓનર્સ મીટીંગ વખતે વાંધા દર્શાવેલા ત્યારબાદ મુસદાપ યોજના સામે પણ ૧૦૦% જમીન માલિકો અને ગ્રામજનોએ લેખીતમાં જુલાઇ ૨૦૨૦ અને સપ્ટેમ્બર ૨૦૨૦ માં વાંધા રજુ કરેલ છે. છતાં પણ આજ ટીપી સ્કીમને મંજૂર કરવામાં આવી છે. 


ભૌગોલિક પરિસ્થિતિ મુજબ મોટાભાગની જમીન ઉપર બગીચાઓ છે તથા ૧૦૦% પિયત છે સૌથી મહત્વની વાત એ છે કે જે જગ્યા પર ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે ત્યાં એશિયાની સૌથી સારી ક્વોલિટીની કેરીનું ઉત્પાદન બાદ એક્સપોર્ટ કરવામાં આવતું હોય છે.  બાગાયતી પાક માટે ફળદ્રુપ જમીન પણ મોટા પાયે ટીપી સ્કીમમાં સામેલ છે.  જેના ઉપર મહતમ રોજગારનો આધાર છે. તે કારણોસર આ ટી.પી.સ્કીમનો અમલ કરવો યોગ્ય નથી. અલંગ ઉદ્યોગના કારણે પણ આટલી મોટી જમીન ટાઉન પ્લાનીંગમાં લેવી અન્યાયી અને અયોગ્ય છે. ખેડૂતોએ વખતો વખત વાંધાઓ આપેલ હોવા છતા તે અંગે સુનાવણી માટે બોલાવવામાં આવતા નથી અને મનસ્વી નિર્ણયથી ટી.પી.સ્કીમ મંજુર કરી દેવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. 


આણંદ એક્સપ્રેસ વે પર ડાકોરના યુવકની ઈકો ટ્રક પાછળ ઘૂસી ગઈ


રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. આણંદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા છે. ડાકોરના ત્રણ લોકોનાં મોતથી રણછોડરાયની નગરીમાં શોકનો માહોલ છવાઈ ગયો. ખંભોળજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૂળ ડાકોરના યુવકે ગાડીના માલિકને વડોદરા મૂકી પરત ફરતા હતા ત્યારે મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર તેમની ઇકો કાર રોડ પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં એક સાથે ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.