ભાવનગર: રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. યુવાનોથી લઈને આઘેડ વયના તમામ લોકોને અચાનક હાર્ટ એટેક આવતા મોતને ભેટી રહ્યા છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, ઘણાખરા કિસ્સામાં તો મૃતકને કોઈપણ પ્રકારની બિમારી ન હોવા છતા હાર્ટ એટેક આવવા લાગ્યા છે. અચાનક હાર્ટ એટેકમાં આવેલા ઉછાળાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આજે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કવિતાબેન ભટ્ટને હૃદય રોગનો હુમલો આવતા મોતને ભેટ્યા છે. નવી બેંચના યુવતી ગઈકાલે પોલીસ પરેડ બાદ ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું. હાર્ટ અટેકના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 28 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં ભાવનગરના ભાખલપરા ગામના યુવતી કવિતાબેનનું હાર્ટ અટેકના કારણે મોત નિપજતા પોલીસ પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી છે.
ગાંધીનગરમાં 21 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા મોત
મૂળ બીલીમોરાનો રહેવાસી અને ગાંધીનગર અભ્યાસ કરતા ૨૧ વર્ષીય યુવાનું હૃદય રોગનો હુમલો આવતા મોત થયું છે. ગત રોજ ગાંધીનગર ખાતે આયુષ ગાંધી નામના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. બીલીમોરાના જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં આયુષ ગાંધીના મોતના સમાચાર મળતા સમગ્ર પરિવાર આઘાતમાં છે. આ આશાશ્પદ યુવાન ગાંધીનગરમાં આઈટી ફિલ્માં અભ્યાસ કરતો હતો. આ પહેલો કિસ્સો નથી કે જેમાં કોઈ યુવાનને હાર્ટ એટેક આવ્યો હોય પણ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે તેનો આ પુરાવો છે.
હ્રદયરોગ પહેલા વૃદ્ધોને થતો હતો અને તેની સંખ્યા પણ મર્યાદિત હતી, પરંતુ કોરોના પછી જ હાર્ટ એટેકના કેસમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલાઓમાં યુવાનોની સંખ્યા વધુ છે. જો કે આવું શા માટે થઈ રહ્યું છે તેની પાછળનું કારણ શું છે. આ અંગે હજુ સુધી પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. હાલમાં માહિતી એકત્ર કરવા માટે 3 અલગ-અલગ પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે. આ દરમિયાન આ અંગે માહિતી આપવામાં આવી છે. આવો જાણીએ તેના વિશે
સંશોધન પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું?
1. તેમણે કહ્યું કે ભારતમાં 18 થી 45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો પર બહુ-કેન્દ્રિત અભ્યાસ લગભગ 40 હોસ્પિટલો/સંશોધન કેન્દ્રોમાં ચાલી રહ્યો છે.
3. વધુમાં, વર્ચ્યુઅલ અને શારીરિક શબપરીક્ષણ દ્વારા યુવાન લોકોમાં અચાનક ન સમજાય તેવા મૃત્યુનું કારણ સ્થાપિત કરવા માટે બીજો અભ્યાસ ચાલી રહ્યો છે.