ભાવનગરઃ ભાવનગર શહેરમાં રખડતા કૂતરાએ એક માસૂમ બાળકીનો ભોગ લીધો હતો. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ચાર મહિનાની બાળકીને ઉઠાવીને કૂતરાએ બચકા ભરતા ચાર મહિનાની બાળકીનું મોત નિપજ્યું છે. હિંમતભાઈ ભાલીયા નામના વ્યક્તિની ચાર મહિનાની બાળકી ઘોડીયામાં ઉંઘી રહી હતી ત્યારે જ રખડતું કૂતરું તેને ઉઠાવી ગયું હતું અને તેને બચકા ભર્યા હતા. ઘટનાની જાણ થતા મહિલાએ બાળકીને રખડતા કૂતરાના મોંમાંથી છોડાવી હતી. તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યુ હતુ.
Amarnath Yatra: અમરનાથ યાત્રા કરવા ગયેલ ગુજરાતનું દંપત્તિ ફસાયું, જાણો હાલ કેવી છે સ્થિતિ
Cloud Burst Near Amarnath Cave: અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટતા અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો હજુ પણ ફસાયેલા છે. આ ફસાયેલા લોકોમાં જામનગરના દંપત્તિનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે જામનગરના આ દંપતીને હાલમાં સુરક્ષિત સ્થળે ખસેડાયું છે. દીપકભાઈ વિઠલાણી અને તેમના પત્ની જાગૃતિ છે અમરનાથી યાત્રાએ છે, જ્યાં અચાનક વાતાવરણ ખરાબ થતા તેઓ વચ્ચે ફસાય ગયા હતા. કાશ્મીરમાં વાતાવરણ ખરાબ હોવાને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવે છે.
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી તબાહી
દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. 50-60 લોકો ગુમ થયાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 60 લોકો ગુમ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.
અસ્થાયી રીતે યાત્રા રોકવામાં આવી
અકસ્માતને પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ યાત્રાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. યાત્રા હાલમાં બાલતાલ અને પહેલગામ બંને રૂટથી બંધ છે. અમરનાથ યાત્રા 3 જૂને જ શરૂ થઈ હતી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભારતીય સેના અને આઈટીબીપીના જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો પણ બચાવ કાર્યમાં સામેલ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.