ભાવનગરઃ ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત થતા જ વિઘ્ન આવ્યું, વોયેજ એક્સપ્રેસ દરિયામાં અટવાયું હતું. ઘોઘાથી હજીરા કાલે સવારે 9:00 કલાકે ઉપડેલું ફેરી શિપ ત્રણ કલાક માટે અટવાયું હતું. 88 મુસાફરો, 50 વાહનો સાથે વોયેજ એક્સપ્રેસ દરિયામાં અટવાયું હતું. ઘોઘા થી હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ માટે વોયેજ એક્સપ્રેસ નામનું નવું જહાજ હજી તો થોડા દિવસ પહેલા ટ્રાયલ સાથે શરૂ કરવામાં આવ્યું છે.


vande bharat trial: અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનો ટ્રાયલ, મુંબઈ પહોંચતા માત્ર 6 કલાક થશે



ઘોઘા ખાતે ટર્નિંગ પોઇન્ટની ચેનલમાં લો-ટાઈડમાં જહાજનો પરિવહન મુશ્કેલ બની રહ્યું છે જેટલી ઊંડાઈ મળવી જોઈએ તે મળી રહી નથી માટે જહાજ સમય સર ઉપડી શકતું નથી આવનારા દિવસોમાં ઘોઘા ખાતે ડ્રેજીગ પણ કરવામાં આવશે. ઘોઘા થી નિર્ધારિત કાલે 9:00 વાગ્યાના સમયે વોયેજ એક્સપ્રેસ ઉપડવાનો સમય છે પરંતુ અડચણના કારણે હજીરા ખાતે વોયેજ ફેરી સર્વિસ કાલે બપોરે 3 કલાકની આસપાસ પહોંચ્યું હતું.


અમદાવાદ સહિત ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રાયલ રન શરૂ થઈ ગઈ છે.  આ ટ્રેન નવરાત્રિ દરમિયાન અમદાવાદ- મુંબઈ વચ્ચે જ દોડશે. આ ટ્રેનની સ્પીડ 200 kmph છે પરંતુ ભારતીય ટ્રેકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને 130 kmphની ઝડપે ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ ટ્રેનનું અન્ય રાજ્યોમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ કરવામાં આવ્યું છે.


વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે. ત્યારે આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ પહોંચી હતી અને ટ્રાયલ લેવાયું હતું.  આ ટ્રેનમાં 16 કોચ હશે અને તેના એક કોચમાં 78 મુસાફરો સવાર થઈ શકે છે. આ 1000 જેટલા લોકો આ ટ્રેન મારફતે આરામદાયક મુસાફરી કરી શકે છે. ઉપરાંત આ ટ્રેનમાં ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં તેની સીટ ખાસ ડિઝાઈન કરેલી હોય તેને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. આ ટ્રેનમાં જરૂરીયાતની સુવિધા સાથે હાઈટેક સુવિધા જેવી કે WIFI અને ચાર્જિંગ શોકેટ હશે. તેમજ ટ્રેનના દરવાજા ખાસ જીપીએસ અને ઓટોમેટેડ સિસ્ટમથી સંચાલતી થશે. અત્યાર સુધી ભારતમાં આવી બે ટ્રેન શરુ કરવામાં આવી છે. જોકે નવરાત્રી સુધીમાં ટ્રેન શરુ થવાની શક્યતા છે. 


આ ટ્રેનના સફળ ટ્રાયલ બાદ આગામી નવરાત્રિ સુધીમાં આ ટ્રેન લોકો માટે ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે.  આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે. જેમાં સોમવારની સવારે અમદાવાદથી ટ્રેન રવાના થશે અને બપોરે મુંબઈ પહોંચી જશે. સાંજના સમયે મુંબઈથી રવાના થશે અને રાત સુધીમાં અમદાવાદ ખાતે પહોંચી જશે. સમયની વાત કરીએ તો મળતા અહેવાલ મુજબ આ ટ્રેન મુંબઈ-અમદાવાદનું અંતર 6 કલાકમા કાપશે. જ્યારે તેની ટિકીટના રૂપિયા  3500 નક્કી કરવામાં આવે તેવી માહિતી મળી છે. 


સુરક્ષાની નવી ટેક્નોલોજીથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેનને 12 ઓગસ્ટના રોજ ચેન્નઇમાં આઇસીએફથી પાડી સુધી 'કવચ ટેસ્ટ' પાસ કરી લીધો છે. વંદે ભારત દેશની પ્રથમ એવી ટ્રેન છે જેમાં કવચ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કવચ ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જે ટ્રેનોને પરસ્પર ટકરાતા બચાવે છે. એક પાટા પર બે ટ્રેનો સામ-સામે આવતાં કવચ ટેક્નોલોજીની મદદથી ટ્રેન 380 મીટર પહેલાં જ અટકાવી દેવામાં આવશે.