ભાવનગર: પાલીતાણામાં સરકારી અનાજનો જથ્થો પણ સુરક્ષિત નથી. સંપૂર્ણપણે રામ ભરોસે ચાલતા સરકારી અનાજના ગોડાઉનમાંથી તેલના ડબ્બાઓ અને તુવેરદાળની બોરીઓની ચોરી થઈ છે. જો કે, નવાઈની વાત એ છે કે, સીસીટીવી કેમેરા આવી ગયા હોવા છતાં પણ લગાવવામાં આવ્યા નથી. ગોડાઉનનો દરવાજો પણ તૂટેલો છે. ચોરાયેલો અનાજનો જથ્થો મધ્યાહન ભોજનમાં વપરાતો હતો, વર્ષોથી અનાજનું ગોડાઉન રામ ભરોસે ચાલતું હતું. જો કે તપાસ કરવામાં આવે તો લાખો નહીં પણ કરોડો રૂપિયાનું અનાજ ચોરાયુ હોવાનું ખુલ્લી શકે છે.


પુરવઠા વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે


સરકારી અનાજના ગોડાઉનમાં જ ચોરોએ ધાડ પાડતા વિભાગના જવાબદાર અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અધિકારીઓ માત્ર સરકારનો બેઠા બેઠા પગાર જ ખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાલીતાણા સરકારી ગોડાઉનમાં મધ્યાહન ભોજન માટે વપરાતા 270 તેલના ડબ્બા અને 60 જેટલી તુવેરદાળની બોરીઓ ચોરાઈ જવાની ઘટના બહાર આવી છે. વર્ષોથી અનાજના ગોડાઉનમાં સીસીટીવી લગાવવાની વાતો થઈ રહી છે પરંતુ માત્ર કાગળ પર જ રહી છે. ચોરીના બનાવ બાદ પુરવઠા વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.


અનાજના ગોડાઉનમાં ચોરી બાદ સરકારી વિભાગ એક્શનમાં આવ્યું હતું. અંદાજે નવ લાખ રૂપિયાનું અનાજ ચોરી થયું હોવાનું જણાઈ રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ તપાસ ચલાવી રહી છે હજી સુધી ચોર કોણ છે તે બહાર આવ્યું નથી. સરકારી અનાજનો ગોડાઉન છે ત્યાં સુરક્ષિત માટે મૂકવામાં આવેલા દરવાજા પણ તૂટેલી હાલતમાં છે. વર્ષોથી સિક્યુરિટી ગાર્ડ પણ નથી, તેવામાં અનાજ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. જોકે એવું પણ ચર્ચા રહ્યું છે કે આજકાલનું નહીં પણ વર્ષોથી અનાજના ગોડાઉનમાં ચોરીનો બનાવ બનતો હતો. જો કે તપાસ બાદ સત્ય શું છે તે બહાર આવશે. પરંતુ સરકારી અનાજ જ સુરક્ષિત ન હોવાને લઈ અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, અનાજના ગોડાઉનમાં અંદાજે પાંચ ટન જેટલો માલ ચોરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


આ પણ વાંચોઃ


IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ


Brahmastra: રિલીઝના 5 દિવસ પહેલાં આલિયા ભટ્ટે શેર કર્યો ફિલ્મના મેકિંગનો વીડિયો, રણબીર એક્શન કરતો દેખાયો