Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજ્યમાં ધીમે ધીમે ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આજે ભાવનગર આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જય નારાયણ વ્યાસ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, જય નારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષથી કપાઈ છે તેમ છતાં તેઓ 15 વર્ષ કેમ ભાજપમાં રહ્યા. હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થાય છે, જે કાર્યકરોએ ભાજપના છોડને પરસેવો અને પાણી આપ્યું તેને ભાજપ હવે કાપી રહ્યો છે. કાર્યકરો પોતાના દુઃખ ના કારણે પાર્ટી છોડી રહ્યા છે.


ભાજપની કેટલી સીટ આવશે ?


જગદીશ ઠાકોરે કહ્યું, આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી એક મહિનો અહીં મુકામ કરે તો પણ ભાજપની સત્તા આવવાની નથી.


ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા: સોલંકી


મિશન 2022ના પ્રચારના ભાગરૂપે કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું.  પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. કોંગ્રેસની સરકાર બનશે ત્યારે અમે પ્રજાની સુખાકારી માટે કામ કરીશું. ભાજપની નીતિ ગુમરાહ કરવાની અને લોકોને બીજી દિશામાં લઈ જવાની છે. 


કૉંગ્રેસનું 20 મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું રજૂ કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે કૉગ્રેસ ભાજપની સરકાર સામે આરોપનામું લઇને આવી છે. પ્રજાના આશીર્વાદથી રાજ્યમાં કૉંગ્રેસની સરકાર બનશે. કૉંગ્રેસના શાસનમાં જીડીપી 18થી 23 ટકા હતો. આરોગ્ય, શિક્ષણમાં કૉંગ્રેસના શાસનમાં ગુજરાત આગળ હતુ. કૉંગ્રેસના શાસનમાં ઉદ્યોગોમાં પણ ગુજરાત આગળ હતું.


મોરબી દુર્ઘટના, કથિત લઠ્ઠાકાંડ, કોવિડ મિસ મેનેજમેન્ટ, શિક્ષણ, બેરોજગારી સહિતના મુદ્દાઓનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં તમામ પ્રકારના હથકંડા અજમાવશે પરંતુ અમે લોકોના મુદ્દાની વાત કરીએ છીએ. ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા હતા. કોંગ્રેસના શાસનમાં જીડીપી 18થી23 ટકા હતો. માથાદીઠ આવકમાં ગુજરાત દેશમાં નંબર વન હતું. આજે ભાજપવાળા 8 ટકા જીડીપીમાં ખુશ થાય છે. જાપાન સામેની હરીફાઈમાં ગાંધીનગરમાં સૌ પહેલા ઇલેક્ટ્રિક ઝોન કર્યો હતો.