ભાવનગર: મોરારિ બાપુ પર સ્વામીનારાયણના સંતોએ કરેલા નિવેદનને લઈ હવે કલાકારો મેદાનમાં આવ્યા છે. માયાભાઈ આહિર, અનુભા ગઢવી, જય વસાવડા સહિતના કલાકારોએ સ્વામિનારાયણ સંસ્થાઓએ આપેલા એવોર્ડ પરત કર્યા છે.

મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે બગસરા મંદિર ચલાવતા વિવેક સ્વરૂપદાસજી કલાકારો અને મોરારીબાપુ વિશે ખરાબ બોલ્યા હતા. જોકે આજે તેમણે કલાકારોની માફી માગી હતી. આ મામલે કલાકારોએ રત્નાકર એવોર્ડ અને રોકડ પુરસ્કાર પરત કર્યા છે.

મોરારિ બાપુના સમર્થનમાં હાસ્ય કલાકાર માયાભાઇ આહિરે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી મળેલો રત્નાકર એવોર્ડ માયાભાઇ આહિરે પરત કરી દીધો છે. જ્યારે લેખક જય વસાવડાએ પણ પોતાને મળેલો એવોર્ડ પરત કર્યો છે. અનુભા ગઢવીએ પણ પોતાનો એવોર્ડ પરત કર્યો છે.