અમદાવાદઃ ગુરુવારે ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીષ ઝુકાવવા અને કૃષ્ણ વિશે કરેલા નિવેદનની માફી માંગવા પહોંચેલા જાણીતા કથાકાર મોરારીબાપુ ઉપર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય એવા પબુભા માણેકે કરેલા હુમલાની નીંદનીય ઘટનાના ઠેર ઠેર ઘેર પ્રત્યાઘાતો પડયા છે. જેમાં ઠેર ઠેર સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી પબુભા માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. તો જામનગર આહીર સમાજે પણ ઘટનાને વખોડી કાઢી હતી તો આજે મહુવા બંધનું એલાન અપાયું છે.


ભાવનગરનાં મહુવામાં સર્વસમાજનાં આગેવાનોની મળેલ બેઠકમાં દ્વારકાની ઘટનાને વખોડી કાલે મહુવા સજજડ બંધના એલાનની જાહેરાત કરાઇ છે. અને પબુભા માણેક તલગાજરડા આવી મોરારીબાપુની માફી માંગે તેવી માંગ કરાઇ છે. આજે સવારે 10 કરલાકે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. લોકોએ પબુભા માણેક તલગાજરડા આવી બાપુ પાસે માંફી માંગે તેવી માંગ કરી છે. ગઇકાલે મહુવામાં યોજાયેલી બેઠક બાદ મહુવા બંધની જાહેરાત કરવામાં આવી હતી. બેઠક માં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, ભાજપ, કોંગ્રેસ ના કાર્યકરો તેમજ હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજ ના આગેવાનો  તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

મહુવાના તમામ સમાજનાં અગ્રણીઓની બેઠક ક્રિષ્ના કોમ્યુનીટી હોલ ખાતે મળી હતી. જેમાં દ્વારકામાં બનાવને સરકાર દ્વારા સખત પગલા ભરવાની માંગ સાથે તા.20ને શનિવારે મહુવા સજજડ બંધનું એલાન આપવામાં આવે તેમજ સવારે 10 વાગે મહુવા ગાંધીબાગ પાસેથી વિશાળ મૌન રેલી યોજાશે.

આ પહેલા જગવિખ્યાત પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ દ્વારકામાં માફી માગવા ગયા ત્યારે પબુભા માણેક દ્વારકા જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તેના વિરોધમાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ભક્તિ બાપુ અને બહેનોએ ધૂન બોલાવી એક અનોખો વિરોધ કર્યો હતો.