Bhavnagar: ડ્રગ્સ (Drugs)સામે ગુજરાત પોલીસે શરુ કરેલી ઝુંબેશ યથાવત છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો બીજી તરફ ભાવનગર (Bhavnagar)શહેરમાં એમ.ડી ડ્રગ્સનું વેચાણ વધતા એસઓજી પોલીસ(SOG Police) પણ હવે સક્રિય થઈ છે. 


ડ્રગ્સ કનેક્શનના તાર અમદાવાદ સુધી પહોંચ્યા


ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હનિફ બેલીમ નામના ઇસમનાં ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા એ સમયે ડ્રગ્સ સાથે હનીફ બેલીમ રંગે હાથ પકડાયો છે. પોલીસની તપાસમાં હનીફના ડ્રગ્સ કનેક્શનના તાર અમદાવાદ સુધી હોવાનું ખુંલ્યું છે. અઢી લાખના એમ.ડી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માગવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ કેસમાં અન્ય કોણ મોટા માથાઓના નામ ખુલે છે તે જોવાનું રહ્યું.


હનીફ મજૂરી કામ કરે છે


ડ્રગ્સ સાથે પકડાયેલા હનીફ મજૂરી કામ કરે છે અને શહેરના ભરતનગર બે માળિયા વિસ્તારમાં રહે છે.  એસઓજી પોલીસના દરોડા દરમ્યાન 25.840 ગ્રામના મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે હનીફને રંગે હાથ પકડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કુલ અઢી લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે હનીફના ઘરમાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જોકે એમડી ડ્રગ્સનો સોદો કોના દ્વારા અને કોના મારફતે ભાવનગર સુધી કેવી રીતના પહોંચાડવામાં આવ્યું હતું તે પોલીસની તપાસમાં બહાર આવશે હાલ એસઓજીની ટીમ દ્વારા આ ઈસમની ધરપકડ કરીને રિમાન્ડ માંગવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


 સ્કૂલ કોલેજ નજીક જ થતું હતું ડ્રગ્સનું વેચાણ


તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ ભાવનગર અમદાવાદ હાઈવે રોડ ઉપરથી એમડી ડ્રગ્સ પકડાયું હતું તેનું કનેક્શન મુંબઈ સુધી હોવાનો ખુલ્યું હતું પરંતુ આ ડ્રગ્સ કનેક્શનમાં જે ઈસમ પકડાયો છે તેનું કનેક્શન અમદાવાદના સુધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે. જે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું તે વિસ્તારથી એક કિલોમીટરના અંતરે સ્કૂલ કોલેજ આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા હોય છે ખાસ કરીને આ સેન્સિટીવ વિસ્તારમાં વેચાણ યુવાનો માટે ઘાતક સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો...


Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી