ભાવનગર: દેશની નામાંકિત ભાવનગર સણોસરા લોક વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ભોજનમાં નીકળતી જીવાતો અને દેડકાને લઇ abp asmita ની ટીમ સંસ્થાની મુલાકાતે પહોંચી હતી. સંસ્થા પોતાનો બચાવ કરીને જણાવી રહી છે કે ભારે વરસાદના કારણે અનાજનો જે ભંડાર હોય છે તેમાં થોડી ભૂલ રહી હશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રમાણે અવારનવાર ભોજનની અંદર જીવ જંતું નીકળતા હોય છે. સંસ્થાને આ બાબતે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ આમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે શા માટે ચેડા કરવામાં આવે છે.




ભાવનગરના સણોસરા ગામે આવેલ લોક વિદ્યાપીઠની 1953માં સ્થાપના થઈ હતી. આ સંસ્થામાં દેશના ખ્યાતનામો પણ જોડાયેલા છે. આ સંસ્થામાં 650 જેટલા વિદ્યાર્થી છાત્રાઓ અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હોય છે પરંતુ જે પ્રમાણે વિદ્યાર્થીઓને મેનુ પ્લેટમાં ભોજન પીરસવામાં આવે છે તેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રભુ કે ઉઠ્યો છે. આ સંસ્થામાં જે એજન્સીને ભોજન પીરસવાનું કામ સોંપવામાં આવ્યું છે તેની વારંવાર બેદરકારીઓ સામે આવી છે. જો કે સંસ્થાએ પોતાનો બચાવ કરીને વરસાદનું કારણ આગળ કરી દીધું હતું પરંતુ વિદ્યાર્થીઓનો રોષ કાંક અલગ જ જોવા મળી રહ્યો છે. જીવજંતુઓ સિવાય કાનખજૂરો પણ ભોજનમાં નીકળ્યો હતો તેવું પણ વિદ્યાર્થીઓનું કહેવું છે


છેલ્લા એક અઠવાડિયામાં પૌષ્ટિક ભોજનને લઇ અનેક ગંભીર ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાને કરવામાં આવી છે હાલ જે પ્રમાણે ફોટા અને વિડિયો વાયરલ થયા છે તેમાં ભોજનની અંદર પીરસવામાં આવતી દાળ અને ભાતમાં જીવજંતુ અને વાળ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે થતા ચેડાને લઈ લોકભારતી સંસ્થા ભારે ચર્ચામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓ સંસ્થાની બીકના કારણે કશું જણાવવા માટે તૈયાર નથી પરંતુ અન્ય વિદ્યાર્થીનીઓએ abp asmita સાથે ખોલીને વાત કરી હતી તેમને ખૂબ ગંભીર આક્ષેપો ભોજનને લઇ કર્યા હતા. આ બાબતોની બેદરકારી વિદ્યાર્થીઓ માટે ભારે પડી શકે છે. જોકે સંસ્થા દ્વારા માત્ર એક જ રટણ કરવામાં આવ્યું હતું કે ભોજન પીરસ્તી એજન્સીને કડક સુચના આપી દેશુ પરંતુ સવાલ એ વાતનો છે કે વારંવાર થતી ભૂલોના કારણે શા માટે સંસ્થા ભોજન બનાવતી એજન્સીનો બચાવ કરે છે તે પણ મોટો સવાલ છે.




હાલ તાજેતરમાં જ લોકભારતી સણોસરા વિદ્યાપીઠને ખાનગી યુનિવર્સિટીની માન્યતા મળી છે. અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને એક સેમેસ્ટરના 80,000 રૂપિયા જેવી તગડી રકમ ચૂકવીને પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે પરંતુ સંસ્થાની ઢીલી નીતિ અને ભોજન પીરસ્તી ખાનગી એજન્સીની બેદરકારી વારંવાર છતી થાય છે. વિદ્યાર્થીઓએ ગઈકાલે સંસ્થા સામે ઉગ્ર વિરોધ કરીને ભોજન ગ્રહણ કર્યું ન હતું. વિદ્યાર્થીઓની માંગ છે કે પૌષ્ટિક આહાર આપવામાં આવે જે પ્રમાણે વિદ્યાર્થીઓની રજૂઆત છે તેને લઇ લોકપારથી વિદ્યાપીઠની નામાંકિત સંસ્થા પર અનેક ગંભીર સવાલો થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ ત્વરિત આદેશ કરીને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા વાળુ ભોજન પીરસવામાં આવે તેવી માંગ છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓના વાલી પણ આ બાબતને લઇ સંસ્થાને રજૂઆત કરવા માટે પહોંચવાના છે.




જોકે લોકભારતી વિદ્યાપીઠની અંદર જે એજન્સીને પૌષ્ટિક આહાર માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ ખુલ્લામાં અનાજનો ભંડાર રહેતો હોય તે માટે આ પ્રકારનો બનાવ સામે આવ્યો હોય તેવું કારણ આગળ કરી દીધો હતો. તેમને જણાવ્યું હતું કે સંસ્થાની પણ જવાબદારી છે કે ખુલ્લામાં આ પ્રકારે અનાજનો ભંડાર ન રહે વારંવાર આ બાબતે સંસ્થાનું ધ્યાન દોર્યું છે પરંતુ બેદરકારીને લઇ કોઈ પ્રકારના પગલા લેવામાં આવતા નથી.