Bhavnagar : હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં પણ વરસાદની માહોલ જામ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ મહુવામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના મતે બપોર બાદ જિલ્લાના 10 તાલુકાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી. જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો
વલભીપુર તાલુકામાં 60 mm
ઉમરાળા તાલુકામાં 64 mm
સિહોર તાલુકામા 22 mm
ગારીયાધાર તાલુકામાં 10 mm
પાલીતાણા તાલુકામાં 43 mm
તળાજા તાલુકામાં 25 mm
મહુવા તાલુકામાં 130 mm
જેસર તાલુકામાં 68 mm
બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ, બરવાળા અને ગઢડા પંથકમાં વરસાદ શરુ થયો છે. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરુઆત થઈ છે. બોટાદ શહેર તેમજ તાલુકાના સમઢીયાળા, શેરથળી, પાળીયાદ, ગોરડકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
બરવાળા શહેર તેમજ તાલુકાના સાળંગપુર, ખાંભડા, બેલા, ટીંબલા, કુંડળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન જવાની ભીતિ છે. વરસાદથી ખેડૂતોના કપાસ, તલ, જુવાર જેવા પાકોને નુકસાન જવાની ભીતિ છે.
ગઢડા શહેર સહિત તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. બરવાળા શહેરમાં પણ ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના મુખ્યમથક હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજ, વિજયનગર તાલુકામાં વરસાદ વરસ્યો છે. તલોદ શહેર અને તાલુકામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા તલોદ પાણી-પાણી થયું હતું. તલોદના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. જેને લઈ રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હિંમતનગરના દલપુર, વમોજ,આગીઓલ સહિતના ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.
પાક લણણીના સમયે તલોદ તાલુકાના વાવડી, ગોરા, આંજણા, વલીયમપુરા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. પ્રાંતિજ તાલુકાના રામપુરા, આમોદરા, વાઘરોટા, મહાદેવપુરા, કાલીપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેર અને તાલુકાના દલપુર, વમોજ, આગીઓલ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે.