ભાવનગર: ભાવનગર મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા 7 જેટલા દર્દીઓને રિએક્શન આવતા ત્રણ દર્દીઓની તબિયત વધુ લથડી હતી.  જેમાં એક દર્દી નદીમ શેખનું મોત થયું છે.  ગઈકાલ રાત્રે અચાનક જ દર્દીઓ પોતાના બેડ પર રિએક્શનના કારણે તડપી રહ્યા હતા.  જોકે રિએક્શન શેના કારણે આવ્યું છે તે અંગે હજી સુધી સરકારી હોસ્પિટલ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.  એક મોત થયું હોવા છતાં હોસ્પિટલના RMO સબ સલામતના દાવા કરી રહ્યા છે. 


મહુવાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે 12 જેટલા નોર્મલ તાવના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન જનરલ વોર્ડમાં સારવાર દરમિયાન કેટલાક દર્દીઓને રિએક્શન આવતા બેડ પર જ ધમ પછાડા કરી રહ્યા હતા. આ દર્દીઓમાં   બાળકી, મહિલા અને પુરુષ સામેલ છે.  અનેક દર્દીને બેડ પર જ બાંધવા પડ્યા હતા.  જોકે હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડીએનએસ પાઇપનું રિએક્શન અથવા અન્ય દવાના કારણે રિએક્શન થયું હોવાનું જણાવી રહ્યા છે. 


જે વ્યક્તિનું ડેથ થયું છે તે નદીમ શેખ બીમારી સબબ 25 તારીખનાં રોજ મહુવા તાલુકાના કુંભણ પીએચસીમાંથી રીફર કરીને મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા. જે દરમિયાન રિએક્શનની અસર જોવા મળતા નદીમ શેખને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.  જેનુ સાંજે સારવાર દરમિયાન મોત થયું છે.  જોકે રિએક્શન બાદ થયેલ મોતને લઈ અનેક સવાલો મહુવા સરકારી હોસ્પિટલ પર ઉઠી રહ્યા છે.  મૃતકના પરિવારજનો તપાસ માટેની માંગ કરી રહ્યા છે.  જો દવામાં અથવા તો અન્ય કોઈ ભૂલના કારણે દર્દીઓને રિએક્શન આવ્યા હોય તો આ મહુવા પ્રશાસનની ઘોર બેદરકારી કહી શકાય. 


મહુવા સરકારી હોસ્પિટલના દસથી વધુ દર્દીઓને રીએક્શન આવ્યા હતા. હોસ્પિટલના જનરલ વોર્ડમાં કુલ 11થી 12 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. તેવામાં કેટલાક દર્દીઓને રીકેશન આવતા બેડ પર ધમપછાડા કરી રહ્યાં હતા. દર્દીઓને આપવામાં આવેલી બોટલ તથા સિરીંજ ક્ષતિગ્રસ્ત હોવાથી રીએક્શન આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવમાં આવ્યું છે. હોસ્પિટલના ફરજ પરના ડોકટરે DNS પાઈનનું રીએક્શન આવ્યું હોવાનું જણાવ્યું હતું. તો ઘટનાને લઈ દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હાલ તો ત્રણ દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર હેઠળ રિફર કરી દેવામાં આવ્યાં છે. મહુવાની જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી રહી છે.