ભાવનગર: તળાજા ભાજપનાં ધારાસભ્યના દીકરા અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલ ઝઘડાનો મામલો વધુ તુલ પકડી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં સૌથી મોટી વાત એ છે કે આ ઘટનામાં MLA ના દીકરાએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદમાં પોલીસે જેમનો મુખ્ય રોલ હોય જેનાથી ઝઘડાની શરૂઆત થઈ તેવા ધારાસભ્યના દીકરાનું નામ જ ઉલ્લેખ કર્યો નથી. ખુદ ઈજાગ્રસ્ત પોલીસ જવાન કઈ રહ્યો છે કે ધારાસભ્યના દીકરાએ માણસો મોકલીને માર્યો છતાં પણ ફરિયાદમાં કોઈ નામ જ નહીં જેનાથી સાબિત થાય છે કે ભાવનગર પોલીસ રાજકીય દબાવનાં કારણે ડરીને કામ કરી છે.


ભાવનગર તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર અને ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એક કોસ્ટેબલ વચ્ચે ત્રણ તારીખના રોજ વાહન ઓવરટેક કરવા જતા વાહન અથડાવવાની ઘટના બનતા બંને વચ્ચે ગાળા ગાળી અને ઝપાઝપી થયેલ, ત્યારબાદ ગઈકાલ રાત્રે ધારાસભ્યના પુત્રએ સમાધાન માટે પાલીતાણા ચોકડી પાસે પોલીસ કોસ્ટેબલને બોલાવી માર મારતા તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ. 


સારવાર લઈ રહેલા પોલીસ કોસ્ટેબલે ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર અને અન્ય ચારથી પાંચ શખસોએ તેમને ઢોર માર માર્યા હોવાનું જણાવેલ જ્યારે ધારાસભ્યના પુત્રએ ગઈકાલે રાત્રે તળાજા પોલીસ મથકમાં પોલીસકર્મી વિરુદ્ધ માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવેલ. જોકે ભાવનગર સર.ટી હોસ્પિટલથી પોલીસકર્મી શૈલેષ ધાંધલીયાએ પણ ધારાસભ્યના પુત્રના કહેવાથી ઝઘડાને દાજ રાખે તેમના માણસો દ્વારા માર માર્યોની ફરિયાદ નોંધાવેલ છે. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તથ્ય શું છે તે જાણવા માટે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.


ભાજપ તળાજા તાલુકાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ જેમની ઉંમર વર્ષ 18 છે જેવો ચાર દિવસ પહેલા એટલે કે 3-5-2023 તારીખે ના રોજ ઇનોવા લઈને જતો હતો ત્યારે પોલીસકર્મી શૈલેષ ધાંધલીયા બાઇક લઇને ઇનોવાને ઓવરટેક કરી રોંગ સાઈડમાં જતા ઇનોવા સાથે ટક્કર લાગતા શૈલેષ પડી ગયેલ અને બન્ને વચ્ચે બોલાચાલી અને જપાજપી થયેલ. ત્યારબાદ ગઈકાલે રાત્રે શૈલેષના કહેવા પ્રમાણે તેને ગઈ કાલે રાત્રે તળાજા ભાજપ ધારાસભ્યના કાર્યાલય પર બોલાવેલ પરંતુ ત્યાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ હાજર નહીં હોવાથી પોલીસ કોન્સ્ટેબલ પાલીતાણા અને મહુવા વચ્ચે નાસ્તો કરવા ગયેલ જ્યાં સમાધાન માટે બોલાવેલા.


જે બાદ પોલીસ જવાન પર પાંચ શખ્સોએ શૈલેષને માર મારેલ જેને લઈને શૈલેષ ધાંધલીયા ઇજાગ્રસ્ત થતા તેને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવેલ જ્યારે ગૌરવ ચૌહાણ દ્વારા ગઈકાલે રાત્રે તળાજા પોલીસ મથકમાં પોતાને શૈલેષ ધાંધલીયા દ્વારા માર મારવાનું ફરિયાદ નોંધાવેલ.  આ અંગે ધારાસભ્ય ગૌતમ ચૌહાણને પૂછતાં તેમણે જણાવેલ કે મારા પુત્રને માર મારવામાં આવ્યો છે અને રાજકીય રાગદ્વેષ રાખી મને નુક્શાન પહોંચાડવાના પ્રયત્નો છે.


હાલમાં તો બન્ને પક્ષે સામસામી ફરિયાદ થયેલ છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે 3 તારીખે મારામારીની ઘટના ધારાસભ્યના પુત્ર સાથે થઈ હતી તો ત્રણ દિવસ પછી ગઈ કાલે 6 તારીખે શા માટે ફરિયાદ નોંધાવી ?  ધારાસભ્યને પોતાને પણ કોઈનો ભય હોય તો શા માટે તેમણે અગાઉ પોલીસને જાણ નથી કરી ? પોલીસકર્મી શૈલેષની ફરિયાદ નોંધાઇ તેમાં ઋત્વિક અને સંજય ડાભી નામના બે નામનો જ ઉલ્લેખ કેમ પોલીસ ફરિયાદમાં થયો ? ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણનું નામ કેમ નથી ? આવા અનેક સવાલો ઉભા થવા પામેલ છે. હાલ તો પોલીસે સીસીટીવી કેમેરા અને સાક્ષીઓના આધારે તપાસ શરૂ કરી છે.