ભાવનગરમાં કોવિડથી મૃત્યુ પામેલ મહિલાના અગ્નિદાહ સમયે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મહિલાના મૃત્યુબાદ પુત્ર જ્યારે માતાને હાર પહેરાવી રહ્યો તો તેમને જોયું કે, માતાની આંખ ખુલ્લી છે, જોતા દીકરાએ બૂમ પાડી 'માતા જીવતા છે' પછી શું થયું જાણીએ .. 


ભાવગનરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું કોવિડાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. મહિલાને મૃત જાહેર કરતા તેને પરિજનો ભાગનગરના સીંધુનગર સ્માશાન લઇ જવાઇ હતી. મહિલાની અગ્નિદાહની તૈયારી થઇ રહી હતી. આ સમયે પુત્ર માતાને હાર પહેરાવી તિલક કરી રહ્યો હતો. પુત્રએ જોયું કે માતાની આંખો ખુલ્લી ગઇ છે. પુત્રએ આ જોતા બૂમ પાડી અને કહ્યું કે, 'માતા જીવતા છે' આ ઘટનાથી ચકચાર મચી ગઇ અને સ્માશાનમાં લોકો એકઠા થઇ ગયા. 


મહિલાનો કોવિડનો પોઝિટિવ રિપોર્ટ આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં. તેમને  ભાગનગરના સીંધુનગરના સ્માશાનમાં લઇ જવાય હતી. અહીં મહિલાના અંતિમ સંસ્કારની તૈયારી થઇ રહી હતી આ સમયે પુત્રે માતાને ફુલનો હાર પહેરાવતા માતાનની આંખ ખુલ્લી જતાં પુત્રએ બૂમ પાડીને લોકોને જણાવ્યું કે, માતા તો જીવે છે. આ ઘટના બાદ સ્માશાનના કર્મચારીઓએ પણ તપાસ કરી કે ખરા અર્થમાં સ્થિતિ શું છે,. જો કે કર્મચારીઓએ પણ કહ્યું કે, મહિલા મૃત્યુ પામી છે. બસ તેમની આંખ માત્ર ખુલ્લી રહી ગઇ છે. જો કે પરિવાર આ માનવા તૈયાર ન હતો અને મહિલાને ફરી હોસ્પિટલમાં દાખલ કરવાનું પરિવારે નક્કી કર્યું. જો કે અહીં હાજર 108ના સ્ટાફે તપાસ કરીને જણાવ્યું કે, મહિલાનું મૃત્યુ જ થયું છે, હોસ્પિટલ ગયા બાદ પણ ડોક્ટર તેને મૃત જ જાહેર કરશે. 108ના કર્મચારીઓએ જણાવ્યું કે. મૃતક દર્દીની આંખ ખુલ્લી રહી ગઇ છે બસ પરંતુ તે મૃત્યુ પામેલ જ છે. બસ આ મુદ્દે અનેક તર્ક વિતર્ક બાદ પરિવારે મહિલા મૃત હોવાનું સ્વીકાર્યું અને મહિલાનો આખરે  અગ્નિસંસ્કાર કરાયો. 



રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ?
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3,794 કેસ નોંધાયા છે. જેની સામે 8734 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 53 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9576 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.26 ટકા છે. 


રાજ્યમાં અત્યાર સુધી 7,03,760 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 75134 પર પહોંચ્યો છે. જેમાંથી 652 દર્દી વેન્ટિલેટર પર અને 74482 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.26 ટકા છે.