નવી દિલ્લીઃ દેશ અને દુનિયામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કોરોના વોરિયર્સ ડોક્ટર્સ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 196 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે કોરોનાની સારવાર કરતા ડોક્ટરો માટે મોટા સમાચાર આવ્યા છે. હવે ડોક્ટરોના ક્વોરંટાઈન સમયને ઓન ડ્યુટી ગણવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર સાથે જોડાયેલા ડોક્ટરોનો ક્વોરેન્ટાઇન સમય ઓન ડ્યૂટી ગણવામાં આવશે. 6 ઓગસ્ટે આ અંગે તમામ રાજ્યોને નિર્દેશ આપી દેવાયા છે. ગત સુનાવણીમાં અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, કેટલીય જગ્યાએ ડોક્ટર્સ-સ્વાસ્થ્ય કર્મચારીઓના ક્વોરેન્ટાઇન પીરિયડને રજાની જેમ ગણવામાં આવે છે. કોર્ટે આને અયોગ્ય ગણાવતા સરકાર પાસે જવાબ માંગ્યો હતો.