વલસાડઃ ગુજરાતમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ જાહેર સ્થળો પર ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે વલસાડના તિથલ બીચ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
બીચ પર મઝા માણવા માટે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આવી ગયા હતા. જોકે, પોલીસ આવતાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ આવતા જ લોકો ભાગવ માંડ્યા હતા. જેને કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
કોરોનાના કહેર વચ્ચે તિથલ બીચ પર ઉમટ્યા મોટી સંખ્યામાં લોકો, પોલીસ આવીને પછી કેવા સર્જાયા દ્રશ્યો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2020 11:46 AM (IST)
બીચ પર મઝા માણવા માટે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આવી ગયા હતા. જોકે, પોલીસ આવતાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -