Bhagwant Mann Boat:પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન શાહકોટ પુરની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા, જો કે તે સમયે બોટ અસંતુલિત થઇ ગઇ હતી, આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
જલંધરના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેતી વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની બોટ પલટી ગઈ હતી. રાજ્યસભાના સભ્ય સંત બલવીર સિંહ સીચેવાલ પણ તેમની સાથે હતા. બોટમાં મોટી સંખ્યામાં લોકો હોવાના કારણે બોટ પાણીના પ્રવાહની વચ્ચે પહોંચી ત્યારે અચાનક બેકાબૂ બની ગઈ હતી. હોડી પાણીમાં અહી-ત્યાં ડોલવા લાગી. સંત સીચેવાલે તરત જ બોટ પર કાબુ મેળવી લીધો. જો કે આ દરમિયાન બહાર હોબાળો મચી ગયો હતો.
CMની બોટ પલટી જતા બચાવી
મોટર બોટમાં જરૂર કરતાં વધુ લોકો સવાર હતા. જેના કારણે બોટ પાણીમાં થોડે દૂર જતાં જ કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યારે જ મોટર મોટર બોટ હિંચકા ખાવા લાગી. સદનસીબે તે પલટી જતા બચી ગઇ નહિ તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. જો કે મોટર બોટનો ચાલક તેને બીજી તરફ લઈ જવામાં સફળ થતાં બોટમાં સવાર સીએમ અને અધિકારીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પંજાબમાં પૂરને કારણે લગભગ 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે 83,000 હેક્ટરથી વધુ જમીનમાં ફરીથી વાવણી કરવામાં આવશે. આ માટે ખેડૂતોને ચાર-પાંચ દિવસમાં મફત બીજનું વિતરણ કરવામાં આવશે. શુક્રવારે દિલ્હીમાં યમુના પૂરના કારણે પૂર્વને બાકીના દિલ્હી સાથે જોડતા અનેક મહત્વપૂર્ણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે ગુરુવારે સિગ્નેચર બ્રિજ અને શાસ્ત્રી પાર્ક પરની અવરજવર બંધ રહેતા ITO અને ગીતા કોલોની બ્રિજ બંધ કરવો પડ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે યમુનાની બંને બાજુએ દિલ્હીનું અંતર વધી ગયું.
બીજી તરફ હરિયાણાના 13 જિલ્લા હજુ પણ પૂરની ઝપેટમાં છે. 982 ગામો પાણીમાં ડૂબી ગયા છે. જેમાંથી 222 ગામો પાંચ દિવસથી જિલ્લા મથકથી કપાઈ ગયા છે. શુક્રવારે વાયુસેનાના હેલિકોપ્ટરે કૈથલ વિસ્તારના અનેક ગામોમાં રાહત સામગ્રી પહોંચાડી હતી. સીએમ માન શુક્રવારે ફિરોઝપુર અને જલંધર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. જણાવ્યું હતું કે પૂરના કારણે મકાન ધરાશાયી થવાના કિસ્સામાં, સરકાર પીડિતોને 1.25 લાખ રૂપિયા વળતર આપશે અને ઢોરના શેડ તૂટી જવાથી થયેલા નુકસાન માટે એક લાખ રૂપિયા આપશે.