મણિપુર છેલ્લા કેટલાક મહિનાઓથી હિંસાની ઝપેટમાં છે. અહીંથી એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બે મહિલાઓના કપડા વગર રસ્તા પર ફેરવતા જોવા મળે છે અને મહિલાઓ મદદ માટે વિનંતી કરી રહી છે. આ વીડિયો જોયા બાદ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સંપૂર્ણપણે હચમચી ગયો હતો. તેણે ગુરુવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું- મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાનો વીડિયો જોઈને હું હચમચી ગયો છું, નિરાશ છું. હું આશા રાખું છું કે ગુનેગારોને એટલી સખત સજા કરવામાં આવે કે કોઈ ફરી આવું ઘૃણાસ્પદ કૃત્ય કરવાનો વિચાર પણ ન કરી શકે. અક્ષયના ટ્વીટ પર ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- સર તમારા માટે આદર. ઈન્ટરનેટ પર આવા વીડિયો વાયરલ થતા જોઈને દુઃખ થાય છે. એક યુઝરે લખ્યું- મૃત્યુદંડ જ એકમાત્ર રસ્તો છે.
OMG 2 વિશે ચર્ચામાં અક્ષય કુમાર
અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ OMG 2 માટે ચર્ચામાં છે. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવી હોવા વચ્ચે અક્ષયે તાજેતરમાં જ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકીને ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કર્યું હતું. ઉચી ઊંચી વાડી... ગીતમાં પંકજ ત્રિપાઠીને ભોલેની ભક્તિમાં તલ્લીન દેખાડવામાં આવ્યા હતા. આ ગીતને સોશિયલ મીડિયા પર પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર ગીત શેર કર્યું અને લખ્યું – #OonchiOonchiWadi ગીત રિલીઝ! #OMG2 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં. નોંધનિય છે કે, OMG 2 ના ટીઝરમાં એક સીનમાં રેલ્વે પાઈપના પાણીથી ભગવાન શિવનો રુદ્રાભિષેક દર્શાવ્યા બાદ ભારે હંગામો મચી ગયો હતો. અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે સીબીએફસીએ સિક્વલને અટકાવી દીધી છે અને તેને સમીક્ષા માટે રિવિઝન કમિટીને મોકલી છે.
ભગવાન શંકરના રોલમાં અક્ષય કુમાર
OMG 2માં અક્ષય કુમાર ભગવાન શંકરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ છે. ફિલ્મમાં અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અક્ષયને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. 2022 થી અત્યાર સુધીમાં, તેની લગભગ 5-6 ફિલ્મો રિલીઝ થઈ છે અને બધી બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે.
આ પણ વાંચો
ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ
Join Our Official Telegram Channel: