Breaking News Live: ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયામાં ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન, ભારતની પ્રથમ બોલિંગ

રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Jul 2022 05:18 PM
વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહીં

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડેમાં ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા ત્રણ ગુજરાતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.





રાજકોટમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ

રાજકોટમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોસ્ટ કર્યો છે.





મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે.  બપોરે 1.30 વાગ્યે  હવાઇ માર્ગે મુખ્યમંત્રી રવાના થશે. તેઓ બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે.  ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.

ગુજરાતમાં ભારે વરસાદથી આ ટ્રેનો કરાઈ રદ્દ

ગુજરાતમાં ભારે વરસાદના કારણે વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ છે, જ્યારે અમુક ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે.





AIADMK ઓફિસ બહાર ચાંપતો બંદોબસ્ત

મોરબી મચ્છુ 3 ડેમ 80% ભરાયો

મોરબીનો મચ્છું ડેમ-3 80 ટકા ભરાઈ ગયો છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી શકે છે. જેથી માળિયા અને મોરબી તાલુકાના 19 ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં અહીં સ્કૂલો બંધ

રાજકોટમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરમાં શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેકટરે આ માહિતી આપી છે. વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. આંગણવાડીથી લઇ કોલેજ સુધી તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રાખવા આદેશ કરાયો છે. જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. આજની પરિસ્થિતિ જોઈ આગામી દિવસોની રણનીતિ નક્કી કરવામાં આવશે. કલેકટર દ્વારા રજા જાહેર કરાઈ છે. નવસારી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 12 અને 13 જુલાઈ એ રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા પ્રાથમિક શાળા અને આંગણવાડી બંધ રહેશે.  

રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, ખેડા, આણંદ, વડોદરા,પંચમહાલ અને દાહોદમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કેરળમાં આરએસએસ કાર્યાલય પર ફેંકાયો બોંબ

 કેરળના કન્નુર જિલ્લાના પયાનુર ખાતે આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પયન્નુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે બની હતી, હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. વધુ તપાસ ચાલુ છે. હાલ આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. આ હુમલો કોણે અને કયા ઈરાદાથી કર્યો? અત્યાર સુધી, તેના વિશે કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસ તમામ સ્તરે તપાસ કરી રહી છે.





બ્રેકગ્રાઉન્ડ

Beaking News Live Updates: રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.