Breaking News Live: શ્રીલંકા સંકટમાં અમેરિકાની એન્ટ્રી, ભારતમાં ઈદની ઉજવણી
અમેરિકાએ રવિવારે શ્રીલંકાના નેતાઓને વિનંતી કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે દેશને સ્થિર કરવા માટે મોટા પગલા લે.
શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન હિંસક બની રહ્યું છે. તમામ વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવનનો કબજો લઈ લીધો છે. આ બધાની વચ્ચે જે પરિવર્તનની રાહ જોવાતી હતી તે સમય આવી ગયો છે. આ સાથે જ આ બધાની વચ્ચે સેના મુખ્યાલયથી છૂપાયેલા રાષ્ટ્રપતિએ 13 જુલાઈએ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. એટલું જ નહીં વધતી જતી હિંસાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપી દીધું છે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News 10 July 2022: શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થઈ રહી છે. ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ અત્યંત બેકાબૂ થઈ ગઈ છે. હજારો દેખાવકારોએ શનિવારે સવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેનું નિવાસ ઘેરી લીધું હતું અને તેના પર કબજો કરી લીધો હતો. શ્રીલંકા સંકટમાં હવે અમેરિકાની એન્ટ્રી થઇ ગઇ છે. અમેરિકાએ શ્રીલંકાના નેતાઓને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા વિનંતી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -