સ્માર્ટફોનની જેમ સ્માર્ટ ટીવીના ફિચર્સ અને ટેકનોલોજી પણ સતત બદલાતા રહે છે. જ્યારે હવે માર્કેટમાં એક એવું જ સ્માર્ટ ટીવી આવી રહ્યું છે. જેની ટેકનોલોજી અને ફીચર્સ તમને વિચારવા પર મજબૂર કરી દેશે. સ્માર્ટ ટીવી નિર્માતા કંપની Vu ભારતમાં 100 ઇંચના સુપર ટીવીનું લોન્ચિંગ કર્યું છે. આ પહેલા પણ કેટલાક ટીવી કંપનીએ ભારતીય માર્કેટમાં ઉતાર્યા હતા. જે ગ્રાહકોને ઘણા પસંદ આવ્યા હતા.
Vu દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ 100 ઇંચના ટીવીની કિંમતની વાત કરીએ તો ગ્રાહક આ ટીવીને અંદાજે 8 લાખ રૂપિયામાં ખરીદી શકે છે. ટીવીનું વેચાણ આગામી સપ્તાહથી શરૂ થશે. આ ટીવીમાં યુઝર્સને એન્ડ્રોઇડ 8.0 અને વિંડો 10 સપોર્ટ મળશે. જ્યારે કંપનીનું કહેવું છે કે ગ્રાહકો પોતાના અનુસાર ઓપરેટિંગ સિસ્ટમ પસંદ કરી શકશે.
સારા પ્રર્ફોર્મેન્સ માટે આ ટીવીમાં ઇન્ટેલ કોર આઇ3 અને કોર આઇ5 પ્રોસેસર મળશે. આ સાથે, વપરાશકર્તાઓને 120જીબી એસએસડી અને 4જીબી ડીડીઆર આપવામાં આવ્યા છે. પ્યોર સાઉન્ડ ક્વાલિટી માટે 2,000 વોટના જેબીએલના સ્પીકર્સની સાથે ઇન બિલ્ટ વૂફરનો સપોર્ટ આપવામાં આવશે. ઉપરાંત ટીવીમાં યુએસબી પોર્ટ, બ્લૂટૂથ 5.0 અને એચડીએમઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
દિવાળી પર સુરતથી માદરે વતન જતા રત્ન કલાકારો આનંદો, ST દ્વારા સિંગલ ભાડું લેવામાં આવશે, જાણો કયા રૂટ પર કેટલું ભાડું થયું નક્કી
સચિન-સેહવાગ ફરીથી મેદાન પર મચાવશે ધમાલ, ભારતમાં રમશે આ ટુર્નામેન્ટમાં, જાણો વિગતે
બાથરૂમનો નળ રિપેર કરવા પ્લંબરને બોલાવ્યો ઘરે, પછી મહિલા સાથે કર્યું.........