Sukanya Samriddhi Yojana: દીકરીઓનું સારું ભવિષ્ય અને સારું શિક્ષણ એ દરેક માતા-પિતાનું સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા પણ માતા-પિતાને મદદ કરી રહી છે. આ સ્કીમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 2 દિવસમાં લગભગ 11 લાખ ખાતા ખોલવામાં આવ્યા હતા. આ રેકોર્ડ ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા બચત યોજનાઓને લઈને ચલાવવામાં આવેલા અભિયાનમાં બનાવવામાં આવ્યો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોસ્ટ ઓફિસને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. વર્ષ 2015માં શરૂ થયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. ઊંચા વ્યાજ અને કરમુક્તિનો લાભ મળવાને કારણે આ યોજના દરેક વર્ગને પસંદ આવી રહી છે.


પીએમ મોદીએ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 2 દિવસમાં 10.90 લાખ ખાતા ખોલવા બદલ ભારતીય પોસ્ટ ઓફિસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “આ મહાન સિદ્ધિ માટે @IndiaPostOfficeને ખૂબ ખૂબ અભિનંદન! આ પ્રયાસ દેશની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરશે અને તેમને વધુ સશક્ત બનાવશે.”






વર્ષ 2015માં મોદી સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. એક રિપોર્ટ અનુસાર, આ યોજનામાં દર વર્ષે લગભગ 33 લાખ ખાતા ખોલવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. પરંતુ માત્ર 2 દિવસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના 11 લાખ ખાતા ખોલવા એ એક નવી વાત છે.


સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં પૈસા જમા કરીને દીકરી મોટી થાય ત્યારે મોટું ફંડ મેળવી શકાય છે. આ સ્કીમનો સમયગાળો 21 વર્ષ છે અને તેમાં 14 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે અને 21માં વર્ષે વ્યાજ સાથે સંપૂર્ણ રકમ મળે છે. આ યોજનામાં, જો તમે નાની બચત દ્વારા દર વર્ષે મોટી રકમ કમાઈ શકો છો.


ધારો કે, તમે 2 વર્ષની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલો છો અને આ યોજનામાં દર મહિને લગભગ 4100 રૂપિયા અને વર્ષમાં 50 હજાર રૂપિયા જમા કરો છો, તો 14 વર્ષમાં કુલ 7 લાખ રૂપિયા જમા થશે. 21મા વર્ષમાં ખાતું પૂરું થવા પર, તમારી પુત્રીને કુલ રૂ.23,41,073 મળશે. એટલે કે આ સ્કીમમાં 16 લાખથી વધુનું વ્યાજ મળશે. જો કે આ ગણતરી વર્તમાન વ્યાજ દર 7.6 ટકા પર આધારિત છે.


સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને પૈસા જમા કરાવવાની કોઈ ફરજ નથી. તમે નાણાકીય વર્ષમાં એકસાથે રકમ પણ જમા કરાવી શકો છો. આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંક ખાતું ખોલાવી શકાય છે.