7th Pay Commission: કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકાર હોળી પહેલા આ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અથવા મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરી શકે છે. હોળીની ભેટ તરીકે DA અને DRમાં વધારો અપેક્ષિત છે.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 4 ટકાનો વધારો કરી શકે છે, જેનો અર્થ છે કે હવે કર્મચારીઓ અને પેન્શનરો માટે DA અને DR 38 ટકાથી 42 ટકા થઈ જશે. જો આ દરોમાં વધારો થશે તો તેને 1 જાન્યુઆરી, 2023થી લાગુ ગણવામાં આવશે.
લાખો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે
સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓના પગારમાં વધારો થશે. આ સાથે પેન્શનની રકમ પણ વધશે. ડીએ સરકારી કર્મચારીઓ અને ડીઆર પેન્શનરોને આપવામાં આવે છે. આ ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે આપવામાં આવે છે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકા ડીએ આપવામાં આવી રહ્યું છે.
પગાર કેટલો વધશે
જો આ કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થાને વધારીને 42 ટકા કરવામાં આવે છે અને મૂળ પગાર 18,000 રૂપિયા છે તો વાર્ષિક DA 7560 રૂપિયા થશે. આવી સ્થિતિમાં, માસિક પગારમાં 720 રૂપિયાનો વધારો થશે. હાલમાં 6840 રૂપિયાનું ડીએ 38 ટકાના દરે આપવામાં આવી રહ્યું છે. આ રીતે પેન્શનરો અને કર્મચારીઓના પગારમાં વધારો થશે.
ડીએ અને ડીઆર દર વર્ષે બે વાર વધે છે
કેન્દ્ર સરકારની ગણતરી મુજબ મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર વધારો કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વર્ષનો પ્રથમ વધારો કેલેન્ડર વર્ષના જાન્યુઆરીમાં અને પછી જુલાઈમાં થાય છે. વધેલા DA અને DR આવકવેરા હેઠળ આવે છે. એટલે કે જો પગાર ટેક્સ હેઠળ આવે છે, તો મોંઘવારી ભથ્થું પણ કરપાત્ર થશે.
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. ડિસેમ્બર 2022 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 31 જાન્યુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે. જણાવી દઈએ કે આ પ્રક્રિયા અંતર્ગત નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ DAમાં વધારા માટે પ્રસ્તાવ તૈયાર કરશે, જેમાં આવક પર તેની અસર પણ જણાવવામાં આવશે. બાદમાં આ પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવશે, જ્યાંથી ડીએમાં 4 ટકાનો વધારો તેની મંજૂરી બાદ અમલમાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2023થી લાગુ થઈ શકે છે.