Stock Market Today: વૈશ્વિક બજારમાં મજબૂત સંકેતની વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61275.09ની સામે 291.13 પોઈન્ટ વધીને 61566.22 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18015.85ની સામે 78.90 પોઈન્ટ વધીને 18094.75 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41731.05ની સામે 194.65 પોઈન્ટ વધીને 41925.7 પર ખુલ્યો હતો.
9-16 કલાકે સેન્સેક્સ 304.52 પોઈન્ટ અથવા 0.50% વધીને 61579.61 પર અને નિફ્ટી 87.90 પોઈન્ટ અથવા 0.49% વધીને 18103.70 પર હતો. લગભગ 1464 શેર વધ્યા છે, 554 શેર ઘટ્યા છે અને 96 શેર યથાવત છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, એપોલો હોસ્પિટલ્સ અને ટેક મહિન્દ્રા નિફ્ટીમાં મુખ્ય વધનારા સ્ટોક હતા, જ્યારે એચડીએફસી લાઇફ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, હીરો મોટોકોર્પ અને ટાઇટન કંપની સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.
સેક્ટરની ચાલ
આજે ભારતીય શેરબજારમાં તમામ સેક્ટરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, ફાર્મા, મીડિયા, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઈન્ફ્રા, એફએમસીજીના ક્રેડિટ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં વધારો થઈ રહ્યો છે. નિફ્ટી બેંક 200 પોઈન્ટના વધારા સાથે 41,920 પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે. સેન્સેક્સના તમામ 30 શેરો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરો તેજી સાથે અને માત્ર 4માં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક
સેક્ટોરલ ચાલ
માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં) | |
ગઈકાલની બંધ રકમ | 26725018 |
આજની રકમ | 26843319 |
તફાવત | 118301 |
આજે એટલે કે 16 ફેબ્રુઆરીએ વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોને કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય બજારો પણ આજે તેજી સાથે શરૂઆત થઈ છે. એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે.
SGX નિફ્ટીમાં પણ લગભગ 50 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, અમેરિકન બજારોએ મજબૂતી બતાવી અને અમેરિકન બજારો તેજી સાથે બંધ થયા હતા.
નાસ્ડેક લગભગ 1% વધીને બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે નાસ્ડેકમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. દરમિયાન, ડાઉ જોન્સ 0.11 ટકા અને S&P 500 0.28 ટકા વધ્યા હતા. S&Pના 11 માંથી નવ સેક્ટરમાં વધારો જોવા મળ્યો હતો.
બીજી તરફ ક્રૂડના ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ ટન 700 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટીએફ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ પણ ઘટાડી દેવામાં આવ્યો છે.
અદાણી ગ્રૂપની કંપનીઓ એમએસસીઆઈનો યુ-ટર્ન
અદાણી ગ્રૂપની કંપનીઓ પર MSCIનો યુ-ટર્ન આવ્યો છે. MSCIએ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલના વેઇટેજ ઘટાડવાના નિર્ણયને ટાળી દીધો હતો. હવે મે મહિનામાં સમીક્ષા થશે.
FIIs-DII ના આંકડા
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રોકડ બજારમાં રૂ. 432 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રૂ.517 કરોડના શેરની ખરીદી કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં FIIએ રૂ. 2,354 કરોડના શેર અને DIIએ રૂ. 7,696 કરોડના શેર ખરીદ્યા છે.
ગઈકાલનું બજાર કેવું હતું
શેરબજાર બુધવારે સતત બીજા દિવસે ફાસ્ટ ટ્રેક પર રહ્યું, જેના કારણે BSE સેન્સેક્સ 243 પોઈન્ટના વધારા સાથે બંધ થયો.
ત્રીસ શેરો ધરાવતો BSE સેન્સેક્સ શરૂઆતના વેપારમાં ઘટાડા સાથે 60,990.05 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે દિવસ દરમિયાન 61,352.55 ની ઊંચી અને 60,750.32 ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
અંતે, સેન્સેક્સ 242.83 પોઈન્ટ અથવા 0.40 ટકાના વધારા સાથે 61,275.09 પર બંધ થયો. આ કારણે સેન્સેક્સ અગાઉના ટ્રેડિંગ સેશનમાં એટલે કે મંગળવારે 600 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ 86 પોઈન્ટ અથવા 0.48 ટકાના વધારા સાથે 18,015.85 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 50ની 37 કંપનીઓના શેર લીલા નિશાનમાં જ્યારે 13 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.