નવી દિલ્હીઃ મે જૂનનો મહિનો લગ્નગાળો કહેવાય છે, આ લગ્નની સિઝનમાં લોકો સોના ચાંદીની ખરીદી ધૂમ કરતા હોય છે, પરંતુ જો તમે લગ્ન વિના પણ સોનામાં રોકાણ કરવા માંગતા હોય તો આજે બેસ્ટ મોકો છે. કેમ કે આજે સતત બીજા દિવસે સોનાની કિંમતોમાં ધરખમ ઘટાડો આવ્યો છે. 


બેન્ક બાજાર ડૉટ કૉમ અનુસાર, આજે ભોપાલ 22 કેરેટ સોનાનીક કિંમત 47,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અન્ય માર્કેટમાં આજે આ ઘટાડા બાદ સોનું 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 59,000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયું છે. આ સાથે હવે સોનું તેની સર્વકાલીન ઊંચાઈથી લગભગ રૂ. 5700 અને ચાંદી રૂ. 20800થી વધુ સસ્તું થઈ રહ્યું છે. 


વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૧૮૧૦.૮૬ ડૉલર થયું હતું. અમેરિકન કન્ઝ્યુમર્સ અને પ્રોડ્યુસર્સ બન્ને ઇન્ફ્લેશન ઘટતાં ડૉલરને વધુ મજબૂતી મળી હતી. અમેરિકી ડૉલર સતત છઠ્ઠા સપ્તાહે વધ્યો હતો. સોનું ઘટ્યું હતું પણ ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ સુધર્યા હતા.


આ પણ વાંચો.............


યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ


રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી


વિશ્વ પ્રવાસનના નકશા પર ચમકતાં કચ્છ અને પાટનગર ભુજને રાજવી પરિવાર દ્વારા વધુ બે ભેટ અર્પણ કરવામાં આવી


Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં


Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત


... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે