Rs 2000 Note: ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારથી લોકો તેમની 2000 રૂપિયાની નોટ બદલવા અથવા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે બેંકમાં પહોંચી રહ્યા છે. બીજી તરફ, જો તમે 2000 રૂપિયાની નોટો બદલવા માટે બેંક પહોંચી રહ્યા છો તો તમને બે હજાર રૂપિયાની 10 નોટ બદલાવી શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે કયા કિસ્સામાં તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે? આવો જાણીએ તેના વિશે...


રૂ. 2000


જો RBI દ્વારા આપવામાં આવેલી લિમિટ પ્રમાણે કોઈ લેવડ દેવડ કરતા હોય તો આવકવેરા વિભાગની નોટિસ આવતી નથી. પરંતુ જો બેંક ખાતામાં વધુ ટ્રાન્ઝેક્શન થાય છે તો આવકવેરા વિભાગ પાસેથી પ્રશ્નો પૂછી શકે છે. ટેક્સ નિષ્ણાતોના મતે જો સેવિંગ્સ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટમાં મોટી રકમ જમા કરાવવામાં આવે તો પૈસા ક્યાંથી આવ્યા તે અંગે સવાલો ઉભા થઈ શકે છે.


આવકવેરા વિભાગ


બીજી તરફ, જો સેવિંગ ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુની રોકડ જમા થાય છે, તો આવકવેરા વિભાગ આ ટ્રાન્ઝેક્શન પર પ્રશ્નો પૂછી શકે છે. જો ખાતામાં રૂ. 10 લાખથી વધુની રોકડ જમા થાય છે, તો તેની જાણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (SFT) સ્ટેટમેન્ટમાં કરવામાં આવે છે. આ સિવાય જ્યારે ચાલુ બેંક ખાતામાં 50 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા થાય ત્યારે SFTમાં રિપોર્ટિંગ કરવામાં આવે છે.


ઈન્કમ ટેક્ષ 


બીજી બાજુ, જો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળે તો ગભરાવાની જરૂર નથી. તેનો અર્થ એ નથી કે, તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે. આવકવેરા વિભાગ પૂછી શકે છે કે, આ પૈસા ક્યાંથી આવ્યા? તેના વિશેની તમામ સાચી માહિતી આપવી પડશે અને પૈસાનો સ્ત્રોત જણાવવો પડશે. જો કે, જો પૈસાના સ્ત્રોતનો ખુલાસો ન થાય તો કાર્યવાહી થઈ શકે છે.


'દુકાનદારો 2000ની નોટ લેવાની ના પાડી શકે નહીં, જો ના પાડે તો.... ', RBI ગવર્નરનું મોટું નિવેદન


2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર હોવાની જાહેરાત બાદ લોકોમાં ટેન્શન છે કે હવે તેઓ આ નોટનું શું કરશે. જોકે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટને લઈને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000 ની નોટ બદલી શકો છો, તેમજ કોઈપણ દુકાનમાં જઈ શકો છો, તમે આ નોટથી સરળતાથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઈ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.


RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. 2000 રૂપિયાની નોટો બદલી અને જમા કરાવવામાં આવશે તેવી વ્યવસ્થા હેઠળ જ સામાન્ય લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. બેંકોને આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને 2000ની નોટનો સામાન સરળતાથી ખરીદી શકો છો.