નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં નવી અલ્ટો લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 2.94 લાખ રૂપિયા (એક્સ શો રૂમ, દિલ્હી) રાખી છે. આ ફેસલિફ્ટ એન્ટ્રી લેવલ હેચબેક ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. હવે આ તમામ વેરિયન્ટમાં નવું BS-VI કોમ્પલિયેન્ટ 800cc એન્જિન મળશે.




નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં Std, LXi, અને VXi મોડેલ્સ મળશે. નવી અલ્ટોની વેરિયન્ટ પ્રમાણે કિંમત એન્ટ્રી લેવલની 2.93 લાખ, LXI મોડલની કિંમત 3.50 લાખ રૂપિયા અને ત્રીજા વેરિયન્ટની 3.71 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત છે.



નવી અલ્ટોના લૂકમાં આ વખતે કોસ્મેટિક ફેરફાર કર્યો છે. તેના ફ્રન્ટ લૂકમાં નવા બમ્પર છે અને નવી ગ્રિલ લગાવી છે. આ ઉપરાંત કંપનીએ તેની કેબિનમાં પણ ફેરફાર કર્યો છે. નવી અલ્ટોમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (Smart Play Dock) લગાવી છે.
નવી અલ્ટોમાં હવે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ છે + EBD, ડ્રાઇવર સાઇડ બાજુ એરબેગ્સ, સીટ બેલ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. જેના કારણે કાર વધારે સુરક્ષિત થઈ ગઈ છે.



મારુતિ સુઝુકીના નવી અલ્ટોમાં એન્જિન 800cc આપવામાં આવ્યું છે. નવી અલ્ટોમાં BS-VI કોમ્પલિએન્ટ 796cc થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું ચે, જે 48bhpનો પાવર અને 69Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનની સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે નવી અલ્ટો 22.05 kmplની માઈલેજ આપશે.