નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીને અર્ટિગાથી ઘણી સફળતા મળી છે. સારી માગને કારણે કંપનીએ આ મોડલનું બીજું ચનરેશન નવેમ્બર 2018માં લોન્ચ કરી હતી. તેનું પ્રથમ મોડલ 9 વર્ષથી વધારે સુધ માર્કેટમાં રહ્યું. સેકન્ડ જનરેશન અર્ટિગાને પણ સારો પ્રતિભાવ મળ્યો છે.

આ એમપીવીમાં પહેલા 1.4 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું હતું. પરંતુ હવે નવી અર્ટિગામાં 1.5 લિટર SHVS એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. મારુતિની આ એમપીવીને શરૂથી જ સારો પ્રતિભાવ મળ્યો છે. માર્ચ 2019માં આ મોડલના 9000 યૂનિટ્સ વેચાયા. એમપીવી સેગમેન્ટમાં આ સૌથી સફળ મોડલ છે. ઝડપથી વધી રહેલા ટેક્સી માર્કટેનો લાભ લેવા માટે કંપનીએ અર્ટિગાનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે.



મીડિયા અહેવાલ અનુસાર અર્ટિગાના આ નવા વર્ઝનને મારુતિ સુઝુકી ટૂર એમ (Maruti Suzuki Tour M) નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયા છે.

આ નવું મોડલ V ટ્રિમ પર આધારિત છે. જેમાં ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, સ્પીડ લિમિટિંગ ફંક્શન, બ્લૂટૂથની સાથે સ્ટીરિયો અને સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ વર્ઝનમાં ઇલેક્ટ્રિકલ અડજેસ્ટેબલ ORVM, રિયર એવી વેન્ટ્સ અને ડ્યૂઅલ ટોન ઇન્ટીરિયર આપવામાં આવ્યા છે.



આ વર્ઝનમાં 1.5 લિટર ફોર સિલિન્ડર SHVS એન્જિન આપવામાં આવ્યું છે જે વધુમાં વધુ પાવર આઉટપુટ 104.7 પીએસ છે અને 138 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ વર્ઝનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે.

અર્ટિગાનું આ નવું વર્ઝન કેબ એગ્રિગેટર્સને આકર્ષિત કરી શકે છે. Maruti Suzuki Tour Mમાં ઘણાં સેફ્ટી ફીચર્સ અને પાવરટ્રેન છે. કંપનીનો દાવો છે કે અર્ટિગાનું આ વર્ઝન 18.18 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે.