વોડાફોન આઈડિયાના શેરમાં આજે 35 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટિશ દૂરસંચાર જૂથના ભારતીય બિઝનેસમાં ગુગલ ભાગીદારી ખરીદવા માટે વાતચીત કરી રહી છે જેના કારણે આ તેજી જોવા મળી હતી.


આજે સવારે શરૂઆતના ટ્રેડમાં વોડાફોન આઈડિયાનો શેર બીએસઈમાં 31.62 ટકાની સાથે 7.66 રૂપિયા હતોય નિફ્ટીમાં કંપનીનો શેર 31.90 ટકાની સાથે 7.65 રૂપિયા હતો.

જોકે સમાચાર એવા આવ્યા હતા કે, ગૂગલ આ ટેલિકોમ કંપનીમાં હિસ્સો ખરીદવા ઈચ્છે છે. જો આ ડીલ થાય તો મુશ્કેલીનો સામનો કરી રહેલ વોડાફોન આઈડિયા માટે આ બહુ જ મદદગાર સાબિત થઈ શકે છે. ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ વોડાફોન આઈડિયામાં 5 ટકા હિસ્સો ખરીદવાની છે આ સમાચાર આવ્યા બાદ આજે વોડાફોન આઈડિયાના શેરમાં તેજી જોવા મળી હતી.

વોડાફોન આઈડિયા પર આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન પીએલસીના માલિકીનો હક છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલાં જ ફેસબુકે જીયો પ્લેફોર્મમાં ભાગીદારી કરી હતી. જોકે એક આર્થિક સમાચાર પત્રે આ વાતની માહિતી આપી હતી કે, ગૂગલ વોડાફોન આઈડિયા લિમિટેડમાં પાંચ ટકા ભાગીદારી ખરીદવા ઈચ્છે છે. આના માટે બન્ને કંપનીઓએ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો જોકે બીએસઈએ આ રિપોર્ટ અંગે વોડાફોન આઈડિસા પાસે સ્પષ્ટતા માગી છે.