દરેક કંપનીઓની પોતાની અલગ અલગ પોલીસી હોય છે. જ્યારે કંપનીમાં કામ કરતા કોઈ કર્મચારીનું મોત થાય છે ત્યારે કંપની તરફથી મૃતક કર્મચારીના પરિજનનો આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે આ રકમ દરેક કંપની મુજબ અલગ અલગ હોય છે. પરંતુ કેટલીક કંપનીઓ એવી મદદ કરે છે જેને લઈને ચર્ચા કરવી જરૂરી બની જાય છે. હવે આવી જ મદદ કરી છે આઈડીએફસી ફર્સ્ટ બેંક (IDFC First Bank)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી વૈદ્યનાથને. તેમણે કરેલી મદદની ચર્ચા આજે ચારે તરફ થઈ રહી છે.


2 કરોડના શેર આપ્યા


એક રિપોર્ટ અનુસાર, સીઈઓ વી વૈદ્યનાથને પોતાના કર્મચારીનું નિધન થતા તેમના પરિજનની મદદ કરવા માટે 5 લાખ શેર આપ્યા. આ શેરની બજાર કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકે ગુરુવારે શેર બજારને આપેલી માહિતીમાં આ સમાચાર શેર કરવામાં આવ્યા છે. આ અંગે બેંકે કહ્યું કે, એમડી અને સીઈઓ વી વૈદ્યનાથ તેમની ઉદારતા માટે જાણીતા છે. તેમણે ફરી એકવાર મૃતક પરિજનોની મદદ કરીને તેમની દરિયાદીલીનો પરચો બતાવ્યો છે. જે અંતર્ગત તેમની પાસે રાખેલા 5 લાખ શેર મૃતકના પરિજનોને આપી દીધા. જેની કિમત 2.1 કરોડ રુપિયા છે. 


તેઓ પહેલા પણ મદદ કરી ચૂક્યા છે મદદ


જોકે આ કોઈ પહેલીવાર નથી જ્યારે વી વૈદ્યનાથે કોઈ કર્મચારીની મદદ કરી હોય. આ પહેલા પણ તેઓ તેમના કર્મચારીઓ, ટ્રેનર અને ડ્રાઈવર સહિત અન્ય કર્માચારીઓની મદદ કરી ચૂક્યા છે. ઘણી વખત તેઓ તેમને કાર કે ઘર ખરીદવામાં મદદ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કર્માચારીઓના બાળકોના અભ્યાસ માટે પણ આર્તિક મદદ કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર વૈદ્યનાથ અત્યાર સુધીમાં પોતાના કર્મચારીઓની મદદ માટે 9 લાખથી વધારે શેર દાન કરી ચૂક્યા છે,જેની કિંમત 3.95 કરોડ રૂપિયાથી વધુ છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વૈદ્યનાથને 21 ફેબ્રુઆરીના રોજ 9 લાખ ઈક્વિટી શેર ગિફ્ટ કર્યા હતા. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બેંક સીઈઓએ પોતાના ટ્રેનર રમેશ રાજુને 3 લાખ શેર ભેટમાં આપી દીધા હતા. આ ઉપરાંત હાઉસ હેલ્પ પ્રાંજલ નાર્વેકર અને ડ્રાઈવર અલ્ગારસામી સી મુનાપરને 2-2 લાખ શેર અને ઓફિસ સપોર્ટ સ્ટાફ દીપક પાઠારે અને હાઉસ હેસ્પ સંતોષ જોગલેને 1-1 લાખ શેર ગીફ્ટમાં આપ્યા હતા.