Petrol-Diesel Price: દેશવાસીઓ આનંદો! પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો

જાણીતા સમાચારપત્રના અહેવાલ મુજબ ફેબ્રુઆરીના ફુગાવાના આંકડા જાહેર થયા બાદ આ નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતનો વાર્ષિક રિટેલ મોંઘવારી દર 5.72 ટકાથી વધીને 6.52 ટકા થયો છે.

Continues below advertisement

Petrol Diesel Rate: મોંઘવારીના ડોઝ વચ્ચે લોકોને મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી શકે છે. સરકાર ફરી એકવાર ઈંધણની કિંમતો પર ટેક્સ ઘટાડી શકે છે. અહેવાલ અનુંસાર મોંઘવારી દર ઘટાડવા માટે ભારત સરકાર ઈંધણ અને કેટલીક અન્ય વસ્તુઓ પર ટેક્સ ઘટાડી શકે છે. જો સરકાર દ્વારા ટેક્ષ ઘટાડવાને લઈને નિર્ણય લેવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણો ઘટાડો થઈ શકે છે.

Continues below advertisement

જાણીતા સમાચારપત્રના અહેવાલ મુજબ ફેબ્રુઆરીના ફુગાવાના આંકડા જાહેર થયા બાદ આ નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતનો વાર્ષિક રિટેલ મોંઘવારી દર 5.72 ટકાથી વધીને 6.52 ટકા થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર ઈંધણ પરનો ટેક્સ ફરી ઘટાડી શકે છે. ટેક્ષની સાથો સાથ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક સમયથી કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇંધણ કંપનીઓએ ગ્રાહકો અને તે કંપનીઓને ઓછી આયાત કિંમત પસાર કરી નથી, જે ભૂતકાળની ખોટને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા ટેક્ષમાં ઘટાડો થતાં જ પેટ્રોલ પંપને સીધો ફાયદો મળશે અને છૂટક ગ્રાહકોને સસ્તા ભાવે પેટ્રોલ-ડીઝલ મળી શકશે. તેમજ મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતાઓ છે.

આ વસ્તુઓના ભાવ પણ નીચે આવશે

સરકારના ટેક્સ અને ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાનો લાભ માત્ર પેટ્રોલ-ડીઝલના ગ્રાહકોને જ નહીં, પરંતુ અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરનારા ગ્રાહકોને પણ મળશે. જો મકાઈના ભાવમાં જોરદાર ઘટાડો થાય તો સોયા તેલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. આ સાથે દૂધના ભાવમાં પણ ઘટાડો થવાની આશંકા છે.

સ્થાનિક સરકારો પણ ઈંધણ પર ટેક્સ ઘટાડી શકે છે

વાર્ષિક રિટેલ ફુગાવાનો દર જાન્યુઆરીમાં 6 ટકાથી વધુ રહ્યો છે, જે ડિસેમ્બરમાં 5.9 ટકા હતો. તાજેતરમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું  છે કે જો છૂટક ફુગાવો 6 ટકાથી વધુ રહેશે તો કેન્દ્રીય બેંક ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરી શકે છે. મોંઘવારી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને પણ ટેક્સ ઘટાડવાની અપીલ કરી શકે છે.

પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝથી સરકારને બમ્પર કમાણી, એક જ વર્ષમાં ત્રણ ટ્રિલિયન રૂપિયાથી વધારેની આવક થઈ

31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીને કારણે ભારત સરકારને 3.35 લાખ કરોડની આવક થઈ હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકારની પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુમાં 88 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 32.9 રૂપિયા અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી 31.8 રૂપિયા કરાઈ છે.

નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ પરની એક્સાઈઝ ટ્યુટી 19.98 રૂપિયાથી વધારીને 32.90 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 15.83 રૂપિયાથી વધારીને 31.80 રૂપિયા કરી દેવાઈ છે આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન રામેશ્વર તેલીએ એક લેખિત પ્રશ્નમાં જવાબ આપ્યો હતો.

 

Continues below advertisement
Sponsored Links by Taboola