કિંમતાં વધારો થવાનું કારણ
દેશમાં એવું પ્રથમ વખત થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં પેટ્રોલ કરતાં વધી ગઈ હોય. જોકે આવું માત્ર દિલ્હીમાં જ છે, દેશના અન્ય ભાગમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં સસ્તી જ છે. દિલ્હીમાં ડીઝલની કિંમત વધવાનું મુખ્ય કારણ વેટ છે. દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર લાગતા વેટમાં વધારો કર્યો હતો. તેની સાથે જ કેન્દ્ર સરકારે પણ મેના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝળ પર એક્સાઈઢ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. પેટ્રોલ પર પ્રતિ લિટર એક્સાઈ 10 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર એક્સાઈઝ 13 રૂપિયા વધારવામાં આવી હતી.
આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે કોંગ્રેસ
પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને જોતા આજે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે. કોંગ્રેસ આજે સવારે 11 કલાકથી બપોરે 12 કલાકની વચ્ચે દેશભરમાં જિલ્લા મુખ્યાલય પર ધરણા કરશે. દેશભરમાં જિલ્લા મુખ્યાલયો પર ધરણા આપીને કોંગ્રેસ કાર્યકર્તા કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલની વધેલી કિંમત પરત લેવાની માગ કરશે.
પ્રદર્શન બાદ કોંગ્રેસના નેતા સંબંધિત જિલ્લા અધિકારી અને ડેપ્યુટી કમિશ્નરને રાષ્ટ્રપતિના નામે નિવેદન સોંપશે. તેની સાથે જ કોંગ્રેસ સોશિયલ મીડિયામાં ‘સ્પીક અપ ઓન પેટ્રોલિયમ પ્રાઈઝ હાઈક’ અભિયાન ચલાવશે. પેટ્રોલ ડીઝલની વધતી કિંમત પરત લેવા માટે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો.