નવી દિલ્હીઃ સરકારે ઘરેલુ ઉડાન દરમિયાન વિમાનમાં પ્રી પેક્ડ સ્નેક્સ, ફૂડ પીરસવાની મંજૂરી આપી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં તૈયાર ગરમ ફૂડ ઉપલબ્ધ કરાવવાની મંજૂરી મળી ચુકી છે. તેની સાથે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈ મુસાફર માસ્ક પહેરવાની ના પાડે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે પહેલાથી પેક કરવામાં આવેલા સ્નેક્સ, મીલ્સ અન બેવરેજ ઉડાનમાં આપી શકાય છે. મંત્રાલયે કહ્યું, પ્રી પેક્ટ ફૂડ માટે સિંગલ યૂઝ ટ્રે, પ્લેટ અને કટલરીનો જ ઉપયોગ કરાશે.
ડિસ્પોઝેબલ ગ્લાસ, બોટલ, કેન અને કંટેનરમાં જ ચા, કોફી તથા અન્ય પદાર્શ પીરસવામાં આવશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે દરેક ફૂડ સર્વ કરવા માટે ક્રૂને ગ્લવ્સનો એક નવો સેટ પહેરવો પડશે. આ પહેલા ચા, કોફી સહિત અન્ય વસ્તુઓ પીરસવા પ્રતિબંધ લગાવાયો હતો. એરલાઇન્સને માત્ર પેક્ડ ફૂડ આઈટમ તથા ઠંડા નોન આલ્કોહોલિક બેવરેજ અને પાણીની બોટલો આપવાની મંજૂરી હતી. કોરોના મહામારીના કારણે આ પ્રતિબંધ લગાવાયો હતો.
હવે વિમાનમાં મનોરંજનની સુવિધા પણ આપવામાં આવી શકે છે. શરત એટલી રાખવામાં આવી છે કે પેસેન્જરોને બોર્ડિંગ પહેલા બેક ઓફ સીટ ઈનફ્લાઈટ એન્ટરેનમેંટ સ્ક્રીનને સેનેટાઇઝ કરાશે. પેસેન્જરો માટે ડિસ્પોઝેબલ કે સેનેટાઇઝ્ડ હેડફોન આપવામાં આવી શકે છે.
સોનિયા ગાંધીનું સરકાર પર નિશાન, કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં, તે દેશનું મોં બંધ રાખવા માંગે છે
US Election 2020: ટ્રમ્પે કહ્યું- કમલા હેરિસમાં ટોચના પદ પર બેસવાની નથી કાબેલિયત, ઈવાન્કા ટ્રમ્પ છે સારી
ફ્લાઇટમાં ફરીથી મળવાનું શરૂ થશે ફૂડ, સરકારે પેકેટબંધ ફૂડ સર્વ કરવાની આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 04:19 PM (IST)
DGCA New Guidelines: ડિસ્પોઝેબલ ગ્લાસ, બોટલ, કેન અને કંટેનરમાં જ ચા, કોફી તથા અન્ય પદાર્શ પીરસવામાં આવશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે દરેક ફૂડ સર્વ કરવા માટે ક્રૂને ગ્લવ્સનો એક નવો સેટ પહેરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -