Aadhaar Card Download: આજકાલ આધાર કાર્ડ જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. દેશના બે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પાન કાર્ડ અને આધાર કાર્ડ છે. આધાર કાર્ડનો ઉપયોગ મોટાભાગે આઈડી પ્રૂફ તરીકે થાય છે. આધાર કાર્ડના વધી રહેલા ઉપયોગને જોતા સરકારે જન્મેલા બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની સુવિધા શરૂ કરી છે.


આ કાર્ડનો ઉપયોગ ટ્રેન, એરપોર્ટ વગેરેમાં મુસાફરી કરતી વખતે થાય છે. આ સિવાય શાળામાં પ્રવેશ, હોસ્પિટલમાં દાખલ થવા, સોના-ચાંદીની ખરીદી વગેરે જેવી તમામ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.


આજકાલ દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. તેથી જો તે ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. આધાર ખોવાઈ જવાના કિસ્સામાં, તમે તેને ઓર્ડર કરીને નવું આધાર કાર્ડ બનાવી શકો છો. તમે તેને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. પરંતુ, જો તમારું આધાર કાર્ડ કોઈ મોબાઈલ નંબર સાથે લિંક નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ આધાર મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું...


આ રહી આધાર ડાઉનલોડ કરવાની સરળ રીત-



  • આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/en/ પર જવું પડશે.

  • આ પછી તમે Order Aadhaar PVC કાર્ડના વિકલ્પ પર ક્લિક કરો.

  • અહીં તમને આધાર નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે, જે દાખલ કરવાનો છે.

  • આ પછી કેપ્ચા પણ એન્ટર કરો.

  • જો તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને આધાર ડાઉનલોડ કરવા ઈચ્છો છો, તો My Aadhaar Card Not Registered ના વિકલ્પ પર ક્લિક કરો.

  • તેનો બીજો વૈકલ્પિક મોબાઈલ નંબર દાખલ કરો.

  • આ પછી, મોબાઇલ પર મળેલ OTP દાખલ કરો.

  • તે પછી સબમિટ કરો.

  • પછી ચુકવણી કર્યા પછી તમારું આધાર 5 દિવસમાં ઘરે પહોંચી જશે.