KYC Mandatory For Small Saving Schemes: જો તમે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કર્યું છે, તો સરકારે તમારા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. નાણા મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે હવે પીપીએફ, એનએસસી, એસએસવાય અને અન્ય નાની બચત યોજનાઓમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ આપવું ફરજિયાત છે. જો આ દસ્તાવેજો આપવામાં નહીં આવે તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમે તેને એક્સેસ કરી શકશો નહીં.


જો આધાર અને પાન કાર્ડ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન યોજના અને અન્યમાં જમા નહીં કરાવો તો રોકાણ, ઉપાડ અને અન્ય બાબતો પર પ્રતિબંધ રહેશે. સરકારે આ નોટિફિકેશન 31 માર્ચ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. અત્યાર સુધી આ યોજનાઓમાં આધાર વગર રોકાણ કરી શકાતું હતું, પરંતુ હવેથી આધાર કાર્ડ અને આધાર એનરોલમેન્ટ સ્લિપ આપવી પડશે.


જો આધાર નહીં હોય તો વિકલ્પ શું હશે


સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આધાર અને પાન કાર્ડ આપવું ફરજિયાત છે, પરંતુ જો તમારી પાસે આધાર નંબર નથી, તો તમે આધાર એનરોલમેન્ટ સ્લિપ અથવા એનરોલ નંબર સબમિટ કરી શકો છો. ખાતું ખોલવાના છ મહિનાની અંદર આધાર કાર્ડ આપવું ફરજિયાત છે.


જો તમે આધાર સબમિટ નહીં કરો તો શું થશે


જો 6 મહિનાની અંદર આધાર નંબર આપવામાં નહીં આવે તો તમારું સ્મોલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને જ્યાં સુધી આધાર નંબર આપવામાં નહીં આવે ત્યાં સુધી ઓપન થશે નહીં. આધાર નંબર સબમિટ કર્યા પછી તમારું એકાઉન્ટ ફરીથી કાર્યરત કરવામા આવશે.


બે મહિનામાં PAN કાર્ડ સબમિટ કરવાનું ફરજિયાત


સરકારે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે PAN અથવા ફોર્મ 60 માત્ર એકાઉન્ટ ઓપન કરાવતી વખતે જ આપવાનું રહેશે. જો નહીં આપવામાં આવે તો 2 મહિનામાં ઉપલબ્ધ કરાવવું પડશે. જો પાન કાર્ડ આપવામાં નહી આવે તો સેવિંગ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસ અથવા બેંક કોઈપણ અન્ય દસ્તાવેજની માંગ કરી શકે છે.


Gold Hallmarking: આ જ્વેલર્સને જૂન સુધી જૂના હોલમાર્કવાળા દાગીના વેચવા માટે સરકારે આપી મંજૂરી


Gold Hallmarking Rules: ગ્રાહક સંબંધિત  મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત કેટલાક જ્વેલર્સને આગામી ત્રણ મહિના માટે તેમના જ્વેલરી સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે. જાણો કોને મળી છે રાહત.


આજથી 1 એપ્રિલ, 2023થી સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે કોઈપણ સોનાના દાગીનાને વેચવા  માટે તેના પર 6 અંકનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) હોવો જરૂરી છે. જો કે, ગઈકાલે સરકારે એવા જ્વેલર્સને રાહત આપી છે જેમણે તેમના સ્ટોક વિશે અગાઉ માહિતી આપી હતી અને તેઓ આગામી ત્રણ મહિના સુધી તેમના જ્વેલરી સ્ટોકનું વેચાણ કરી શકે છે. જાણો શું રાહત આપી છે