Aadhar Card Free Update Last Date: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે અથવા તેમાં કોઈ ભૂલ છે તો તેને સુધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર અને જન્મ તારીખ જેવા સુધારાઓને 14મી સપ્ટેમ્બર સુધી મફતમાં અપડેટ કરી શકો છો. આ માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. UIDAIએ 'X' પર આ સંબંધમાં સંપૂર્ણ માહિતી આપી છે. અહી જાણકારી આપવામાં આવી છે કે મફતમાં આધાર અપડેટની અંતિમ તારીખ 14 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ તારીખ 14 જૂન 2024 હતી.






જો તમને આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવામાં કોઈ સમસ્યા આવી રહી છે તો તમે આધાર સેન્ટર પર જઈને તેને ઓફલાઈન મોડમાં અપડેટ કરાવી શકો છો. જો કે આ માટે તમારે 50 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.


નોંધનીય છે કે આધાર કાર્ડનો ઉપયોગ શાળા-કોલેજમાં પ્રવેશ, પાન કાર્ડ બનાવવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થાય છે. જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો બાકીના દસ્તાવેજો મેળવવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે આગામી 20 દિવસ માટે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. My Aadhaar પોર્ટલ પર મફત આધાર સેવાઓ ઉપલબ્ધ છે. 14 સપ્ટેમ્બર, 2024 પછી તમારે દરેક અપડેટ માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. 


UIDAI અનુસાર, PVC આધાર કાર્ડ તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા માત્ર 50 રૂપિયાની ફી ચૂકવીને ઓર્ડર કરી શકાય છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ પીવીસી કાર્ડ તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે જેના પર આધાર કાર્ડની માહિતી છાપવામાં આવે છે.


આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ તમારા વૉલેટમાં સરળતાથી ફિટ થઈ જશે. તે ઝડપથી બગડવાની ચિંતા રહેશે નહીં. અહીં અમે તમને PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવાની ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.


50 રૂપિયામાં ઘરે આવી જશે નવું PVC આધાર કાર્ડ, આ રીતે કરો ઓનલાઈન પ્રોસેસ