Adani Enterprises FPO Update: અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ 31 જાન્યુઆરી 2023 સુધી અરજીઓ માટે ખુલ્લું છે. પરંતુ આ દરમિયાન અદાણી જૂથ માટે રાહતના સમાચાર આવ્યા છે. અબુ ધાબી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) એ જણાવ્યું છે કે તે અદાણી એન્ટરપ્રાઈઝની ફોલો-ઓન ઓફર (Adani Enterprises FPO) માં $400 મિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે.
અબુ ધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ તેની પેટાકંપની ગ્રીમ ટ્રાન્સમિશન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ RSC લિમિટેડ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝિસના રૂ. 20,000 કરોડના FPOમાં રોકાણ કર્યું છે. એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOના કુલ કદના 16 ટકા હિસ્સો અબુ ધાબી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ દ્વારા સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. તેમણે 2023માં કોઈપણ કંપનીમાં સૌથી વધુ રોકાણ કર્યું છે. કંપનીએ કહ્યું કે તે યુરોપ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના બજારોમાં સતત રોકાણ વધારી રહી છે.
કંપનીના સીઈઓ સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપમાં અમારો રસ અદાણી એન્ટરપ્રાઈઝીસના ફંડામેન્ટલ્સમાંના અમારા ભરોસા અને વિશ્વાસ દ્વારા પ્રેરિત છે. તેમણે જણાવ્યું હતું કે અમે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધિની મજબૂત સંભાવનાઓ જોઈ રહ્યા છીએ અને અમારા શેરધારકો માટે વધારાનું મૂલ્ય ઉમેરવા માટે કામ કરીશું. તેમણે કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓની વિશેષતા કંપનીના અર્નિંગ રિપોર્ટ, કંપનીનું મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસ અને કંપનીના ડેટાને જોઈને રોકાણનો નિર્ણય લેવામાં આવ્યો છે. અબુ ધાબી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ અદાણી જૂથમાં બીજા નંબરનો સૌથી મોટો રોકાણ સોદો ધરાવે છે. ગયા વર્ષે, કંપનીએ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રુપની ત્રણ ગ્રીન ફોકસ કંપનીઓમાં $2 બિલિયનનું રોકાણ કર્યું હતું.
જોકે, સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 4.76 ટકાના વધારા સાથે રૂ. 2892 પર બંધ થયો હતો. જો કે, તે હજુ પણ રૂ. 3112 થી રૂ. 3276 ના FPO પ્રાઇસ બેન્ડની નીચે ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, અદાણી ગ્રૂપે અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓના પ્રાઇસ બેન્ડમાં કોઈ ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અદાણી ગ્રૂપે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOના નિર્ધારિત સમય અને પ્રાઇસ બેન્ડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.