Gautam Adani: ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં કેરળમાં રૂ. 30,000 કરોડના મોટા રોકાણની જાહેરાત કરી છે. તેમાં વિઝિંજામ પોર્ટના વિકાસ માટે વધારાના રૂ. 20,000 કરોડનો પણ સમાવેશ થાય છે. ઇન્વેસ્ટ કેરલા ગ્લોબલ સમિટ (IKGS) 2025માં અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને લુલુ બોલગાટ્ટી ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.


વિઝિંજામ પોર્ટ સૌથી વ્યસ્ત શિપિંગ રુટ્સમાંથી એક 


આ કાર્યક્રમમાં બોલતા તેમણે વૈશ્વિક વેપારમાં વિઝિંજામ પોર્ટના રણનીતિક મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. અદાણી ગ્રુપે 2015માં આ પ્રોજેક્ટની જવાબદારી સંભાળી હતી અને હવે તેમાં 5,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, વિઝિંજામ વિશ્વના સૌથી વ્યસ્ત શિપિંગ રૂટમાંથી એક છે. તેના સત્તાવાર ઉદઘાટન પહેલા જ, આ બંદરે 24,000 કન્ટેનરની ક્ષમતા સાથે ભારતીય કિનારા સુધી પહોંચવા માટે સૌથી મોટા કન્ટેનર જહાજને ડોક કરીને ઇતિહાસ રચ્યો હતો.






કેરળને લઈને અદાણી ગ્રુપની આ પણ યોજના છે


વિઝિંજામ એ ભારતનું પ્રથમ ટ્રાન્સ-શિપમેન્ટ હબ છે અને હવે તેનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે. આ બંદરના વિકાસ ઉપરાંત, અદાણી ગ્રુપ રૂ. 5,500 કરોડના રોકાણ સાથે ત્રિવેન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટની ક્ષમતા 4.5 મિલિયનથી વધારીને 12 મિલિયન મુસાફરો કરશે. આ સાથે અદાણી ગ્રૂપ કોચીમાં લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ હબ બનાવવાની અને શહેરમાં તેની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારવાની પણ યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ્સથી ન માત્ર  કેરળના આર્થિક વિકાસ અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ થશે,  પરંતુ અદાણી ગ્રુપના કમિટમેન્ટની પણ ઝલક જોવા મળશે.


દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ રૂ. 30,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ તમામ રોકાણ આગામી 5 વર્ષમાં દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં કરવામાં આવશે. "અમે વધારાના રૂ. 20,000 કરોડનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છીએ," અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટમાં જણાવ્યું હતું.